<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

કેન્યામાં ઇબોલા સામે મોટી સફળતા : કેન્યામાં ઇબોલાનો છેલ્લો દર્દી પણ સાજો થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ : હવે ૪૨ દિવસ સુધી નવા કેસ નહીં નોંધાય તો દેશ ઇબોલામુક્ત જાહેર થશે

ઓક્ટોબરથી નોંધાયેલા નવ દર્દીઓમાંથી સાત સાજા થયા, બે મૃત્યુ પામ્યા : આરોગ્ય મંત્રાલયે કડક દેખરેખ ચાલુ રાખવાની જાહેરાત કરી

નૈરોબી, તા. ૧૧ : આફ્રિકાના કેન્યામાં ઇબોલા રોગચાળા સામે મોટી સફળતા મળી છે. દેશના છેલ્લા ઇબોલા દર્દીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્યમંત્રી એડન દુઆલેએ જાહેરાત કરી છે કે હવે ૪૨ દિવસ સુધી કોઈ નવો કેસ નોંધાશે નહીં તો કેન્યાને ઇબોલામુક્ત જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે.

 

કેન્યામાં ઓક્ટોબરથી કુલ નવ દર્દીઓ નોંધાયા હતા. તેમાંથી બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં અને સાત દર્દીઓ સાજા થયા છે. ૧૯ ઓક્ટોબર પછી કોઈ નવો કેસ નોંધાયો નથી.

 

ચેપગ્રસ્તોના સંપર્કમાં આવેલા છેલ્લા ૧૧ લોકોને પણ આજે દેખરેખમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે કોંગોથી આવતા કેન્યાના નાગરિકો માટે ૨૧ દિવસની દેખરેખ ફરજિયાત બનાવવામાં આવી છે.

(4:57 PM IST)