તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં મોટો ખુલાસો : માત્ર 45 દિવસનું જ CCTV બેકઅપ મળતા SIT સામે નવી મુશ્કેલી
દાન ચોરીના આરોપોની તપાસ કરી રહેલી SITને ફૂટેજ ન મળતા તપાસ અટકી; માત્ર દોઢ મહિનાનો જ ડેટા ઉપલબ્ધ, જૂના ફૂટેજ ઓવરાઈટ થઈ ગયા

અયોધ્યા તા.૨૦ : રામમંદિરમાં દાનની ચોરીના કેસની તપાસ કરી રહેલી SIT સામે હવે નવી મુશ્કેલી ઊભી થઈ છે. તપાસમાં સૌથી મહત્વનો પુરાવો ગણાતા CCTV ફૂટેજ માત્ર 45 દિવસનું જ બેકઅપ મળી રહ્યું છે. જેના કારણે જૂની ઘટનાઓની તપાસ કરવી SIT માટે મુશ્કેલ બની ગઈ છે.
મળતી માહિતી મુજબ રામમંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનો સ્ટોરેજ ડેટા ઓટોમેટિક ઓવરાઈટ થઈ જાય છે. સિસ્ટમ માત્ર છેલ્લા દોઢ મહિનાનો જ રેકોર્ડ સંગ્રહિત રાખે છે. ત્યારબાદનો ડેટા આપમેળે ડિલીટ થઈ જતા જૂની ચોરી કે અન્ય શંકાસ્પદ હિલચાલના ફૂટેજ SITને મળી શક્યા નથી. આ કારણે આરોપીઓ સુધી પહોંચવામાં તપાસ એજન્સીને અવરોધ નડી રહ્યો છે.
દાનપેટીમાંથી નાણાંની ઉચાપતના આરોપો બાદ SIT દ્વારા સમગ્ર મંદિર પરિસરના CCTV ફૂટેજ મંગાવવામાં આવ્યા હતા. પરંતુ ટેકનિકલ કારણોસર જૂનો ડેટા ઉપલબ્ધ ન હોવાથી તપાસ ધીમી પડી ગઈ છે. હવે SIT અન્ય સ્રોતો જેમ કે સાક્ષીઓના નિવેદન અને નાણાકીય વ્યવહારના રેકોર્ડના આધારે આગળ વધી રહી છે.
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા હવે CCTV સિસ્ટમમાં સુધારો કરીને લાંબા સમય સુધીનો ડેટા સ્ટોર કરી શકાય તેવી વ્યવસ્થા કરવા વિચારણા ચાલુ છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં પુરાવાનો અભાવ ન સર્જાય.
આ કેસમાં SITની તપાસ હજુ ચાલુ છે અને અન્ય તકનિકી પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
