તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
વ્હોટ્સએપ યુઝર્સ માટે મોટી રાહત: હવે ફ્રોડ અને સ્પામ કોલ્સના ત્રાસથી મળશે કાયમી મુક્તિ, કંપનીના આ સેટિંગ્સમાં જઈને તાત્કાલિક એક્ટિવ કરો આ ખાસ સિક્યોરિટી ફીચર
અજાણ્યા નંબરો પરથી આવતા હેરાનગતિભર્યા ફોન કોલ્સથી છુટકારો મેળવવા માટે મેટા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે શાનદાર ટૂલ: માત્ર બે સેકન્ડમાં આ રીતે ફોનની અંદર કરો સેટિંગ અને અજાણ્યા કોલર્સની રિંગ વાગવાનું થઈ જશે હંમેશા માટે બંધ

દેશ અને દુનિયામાં કરોડોની સંખ્યામાં યુઝર્સ ધરાવતી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ (WhatsApp) દ્વારા તેના ગ્રાહકોની સુરક્ષા અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક અત્યંત ઉપયોગી ફીચર પૂરું પાડવામાં આવ્યું છે. આજકાલ સાયબર ફ્રોડ કરનારાઓ અને સ્કેમર્સ દ્વારા અજાણ્યા વિદેશી કે લોકલ નંબરો પરથી વ્હોટ્સએપ કોલ કરીને સામાન્ય નાગરિકોને ફસાવવાના કે હેરાન કરવાના કિસ્સાઓમાં અસાધારણ વધારો થયો છે. આ પ્રકારના અનિચ્છનીય અને પરેશાન કરતા સ્પામ કોલ્સથી યુઝર્સને બચાવવા માટે કંપનીએ ખાસ 'સાઈલન્સ અનનૌન કોલર્સ' (Silence Unknown Callers) નામનું ફીચર ઉપલબ્ધ કરાવ્યું છે, જેનો ઉપયોગ કરીને યુઝર્સ સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ શકે છે.
આ ફીચરની સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે પણ તમારા મોબાઈલમાં કોઈ એવા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવશે જે તમારા ફોનની કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરેલો નથી, ત્યારે વ્હોટ્સએપ એપ્લિકેશન દ્વારા તે કોલ આપોઆપ સાઈલન્ટ કરી દેવામાં આવશે. એટલે કે તમારા ફોનની રિંગ વાગશે નહીં અને સ્ક્રીન પર નોટિફિકેશન આવી જશે, જેથી તમે જ્યારે ફ્રી હોવ ત્યારે તેને ચેક કરી શકો. આનાથી તમારો કિંમતી સમય બચશે અને અજાણ્યા કોલર્સ દ્વારા ફ્રોડ કે હેરાનગતિનો ભોગ બનવાથી સુરક્ષિત રહી શકાશે. જોકે, આ સેટિંગ ઓન કરવા છતાં તમારા ફોનમાં સેવ હોય તેવા તમામ મિત્રો, પરિવારજનો અને પરિચિતોના કોલ્સ હંમેશની જેમ સામાન્ય રીતે જ આવશે, જેથી મહત્વપૂર્ણ વાતચીતમાં કોઈ પ્રકારનો અડચણ ઊભી થશે નહીં.
આ શાનદાર અને સુરક્ષિત ફીચરને તમારા સ્માર્ટફોનમાં એક્ટિવ કરવા માટે ખૂબ જ સરળ સ્ટેપ ફોલો કરવાના રહે છે. સૌપ્રથમ તમારા ફોનમાં વ્હોટ્સએપ ઓપન કરો અને જમણી બાજુ ઉપરના ખૂણામાં આપેલા ત્રણ ટપકાં (Setting) પર ક્લિક કરો. ત્યારબાદ 'પ્રાઈવસી' (Privacy) ના વિકલ્પમાં જઈને 'કોલ્સ' (Calls) નામના ઓપ્શનને સિલેક્ટ કરો. ત્યાં તમને 'સાઈલન્સ અનનૌન કોલર્સ' નો ઓપ્શન જોવા મળશે, જેને તમારે ફક્ત ઓન (Enable) કરી દેવાનો છે. આ નાની પ્રોસેસ પૂરી થતાં જ તમારા વ્હોટ્સએપ પર આવતા તમામ સ્પામ કોલ્સ આપોઆપ બંધ થઈ જશે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
