તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
PF ધારકો માટે મોટા સમાચાર: હવે તમારા WhatsApp પર મળશે EPFO ના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ, જાણો સત્તાવાર ચેનલમાં જોડાવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા લાખો સભ્યોની સુવિધા માટે નવી WhatsApp ચેનલ લોન્ચ; એડવાન્સ ઉપાડ, પીએફ ટ્રાન્સફર અને નવી સરકારી યોજનાઓની માહિતી મળશે આંગળીના ટેરવે

નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પોતાના લાખો સભ્યો અને કાર્યકારી વ્યાવસાયિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સુવિધાજનક ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. પીએફ સંબંધિત તમામ નાણાકીય અને સેવાકીય અપડેટ્સ સભ્યો સુધી ઝડપથી પહોંચી શકે તે હેતુથી EPFO એ પોતાની સત્તાવાર WhatsApp ચેનલ લોન્ચ કરી છે. આ નવી સેવાને કારણે હવે કર્મચારીઓએ પીએફના નવા નિયમો કે જાગૃતિ અપડેટ્સ જાણવા માટે વારંવાર વેબસાઇટ પર જવાની જરૂર નહીં રહે, પરંતુ તમામ વિગતો સીધી તેમના મોબાઇલ પર ઉપલબ્ધ થશે.
આ નવી WhatsApp ચેનલ પર કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ (EPF) માંથી એડવાન્સ ઉપાડવાની રીત, નોકરી બદલ્યા કે ફરી શરૂ કર્યા પછી પીએફ યોગદાનની સ્થિતિ અને વિવિધ મહત્વપૂર્ણ અપડેટ્સ મળશે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા પીએફ ધારકો માટે ખાસ જાગૃતિ વિડીયો અને શૈક્ષણિક સામગ્રી પણ શેર કરવામાં આવશે. એટલું જ નહીં, 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' જેવી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની તાજી વિગતો પણ આ પ્લેટફોર્મ પર સીધી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ચેનલમાં કેવી રીતે જોડાવું?
EPFO ની આ અધિકૃત WhatsApp ચેનલમાં જોડાવું અત્યંત સરળ છે. આ માટે સભ્યોએ પોતાના સ્માર્ટફોનમાં WhatsApp ખોલીને 'Updates' ટેબમાં જઈ EPFO ની સત્તાવાર ચેનલ સર્ચ કરીને તેને 'Follow' કરવાની રહેશે. ચેનલ ફોલો કર્યા બાદ સંસ્થા દ્વારા શેર કરવામાં આવતા તમામ અપડેટ્સ સીધા યુઝરના વોટ્સએપ પર આવવાના શરૂ થઈ જશે.
સુરક્ષા અંગે મહત્વપૂર્ણ ચેતવણી
EPFO એ સ્પષ્ટ કર્યું છે કે આ WhatsApp ચેનલ માત્ર માહિતી અને શૈક્ષણિક જાગૃતિ માટે છે. પીએફ ક્લેમ, કેવાયસી (KYC), યુએએન (UAN) સંબંધિત સેવાઓ અને ખાતા સંબંધિત અન્ય કામગીરી માટે સભ્યોએ પીએફના સત્તાવાર પોર્લ (Member Portal) અથવા 'UMANG' એપનો જ ઉપયોગ કરવાનો રહેશે. સંસ્થા કે કોઈ પણ અધિકૃત પ્રતિનિધિ ક્યારેય ફોન કે મેસેજ પર તમારો UAN, પાસવર્ડ, OTP કે બેંક વિગતો માગતા નથી, તેથી આવી સંવેદનશીલ વિગતો કોઈની પણ સાથે શેર ન કરવી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
