<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

MBA એસ્પિરન્ટ્સ માટે મોટા સમાચાર: IIM દ્વારા CAT 2026ની સત્તાવાર નોટિફિકેશન જાહેર : 3 ઓગસ્ટ 2026 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે અને દેશભરમાં 29 નવેમ્બર 2026ના રોજ લેવાશે કોમન એડમિશન ટેસ્ટ

દેશની ટોપ 20 IIM સહિત 1200+ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની સૌથી મોટી પરીક્ષાની તારીખો આવી, ઉમેદવારો 3 ઓગસ્ટથી સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે, એલિજિબિલિટી, ફી અને સિલેબસમાં ફેરફાર છે કે કેમ તેની પણ કરી લો ચકાસણી, નિષ્ણાતોની સલાહ - અત્યારથી જ શરૂ કરો તૈયારી

નવી દિલ્હી તા.૨૬ : દેશની પ્રતિષ્ઠિત IIM સહિતની ટોપ મેનેજમેન્ટ સંસ્થાઓમાં MBA માં પ્રવેશ મેળવવાનું સપનું જોનારા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. Indian Institutes of Management દ્વારા CAT 2026 એટલે કે Common Admission Test ની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.

ક્યારે શું થશે? મહત્વની તારીખો નોંધી લો.ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ: 3 ઓગસ્ટ 2026, સવારે 10 વાગ્યાથી  ,રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ: સપ્ટેમ્બર 2026નું બીજું-ત્રીજું અઠવાડિયું. ચોક્કસ તારીખ નોટિફિકેશનમાં જાહેર થશે,એડમિટ કાર્ડ ડાઉનલોડ: નવેમ્બર 2026ના પહેલા અઠવાડિયાથી,પરીક્ષાની તારીખ: 29 નવેમ્બર 2026, રવિવાર. પરીક્ષા 3 સ્લોટમાં કમ્પ્યુટર બેઝ્ડ મોડમાં લેવાશે   

CAT એ ભારતની સૌથી સ્પર્ધાત્મક MBA પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે. આ સ્કોરના આધારે IIM અમદાવાદ, બેંગલોર, કલકત્તા સહિત દેશભરની 20 IIM અને 1200 થી વધુ ખાનગી B-સ્કૂલો પ્રવેશ આપે છે. પરીક્ષામાં VARC, DILR અને QA એમ 3 સેક્શન હોય છે. કુલ 120 મિનિટનો સમય આપવામાં આવે છે.

દર વર્ષે IIM દ્વારા રોટેશન પદ્ધતિથી આ પરીક્ષાનું આયોજન થાય છે. આ વર્ષે કયું IIM આયોજક છે તેની માહિતી પણ ટૂંક સમયમાં જાહેર થશે

એલિજિબિલિટી: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ. SC/ST/PwD માટે 45%. ફાઈનલ યરના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે,ફી અને ફોર્મ: રજીસ્ટ્રેશન ફી અને ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા ફક્ત http://iimcat.ac.in વેબસાઈટ પર જ થશે. અન્ય કોઈ વેબસાઈટ પર વિશ્વાસ ન કરવો.તૈયારીની ટિપ્સ: નિષ્ણાતોનું કહેવું છે કે હવે પરીક્ષાને ફક્ત 4 મહિના બાકી છે. તેથી અત્યારથી જ સ્ટડી પ્લાન બનાવો, મોક ટેસ્ટ આપો અને સમય વ્યવસ્થાપન પર ધ્યાન આપો.

વધુ વિગતો, સિલેબસ અને અપડેટ માટે ઉમેદવારોને નિયમિત રીતે CAT ની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

 

(3:37 PM IST)