તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
શિક્ષણ ક્ષેત્રે મોટું સન્માન: વાંસદાના રંગપુર શાળાના આચાર્ય નીતિન પાઠક એવોર્ડથી સન્માનિત
શાળાના સર્વાંગી વિકાસ અને શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ દેશના શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં સ્થાન મળ્યું

નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકા અંતર્ગત આવતી રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકને દેશના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. શાળાના કાયાકલ્પ માટે તેમણે ભરેલા વિઝનરી પગલાં અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરેલા ભગીરથ કાર્યોના પરિણામે તેમને આ ગૌરવવંતું સન્માન પ્રાપ્ત થયું છે.
આચાર્ય નીતિન પાઠકના માર્ગદર્શન હેઠળ રંગપુર શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસલ કરી છે. સામાન્ય સરકારી શાળાને મોડેલ સ્કૂલમાં પરિવર્તિત કરીને તેમણે ગ્રામીણ શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં સિંહફાળો આપ્યો છે. તેમની આ સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણ વિભાગ, વહીવટી તંત્ર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમને સાધુવાદ અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
