તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
EPFO ની નોકરીયાતો માટે મોટી ભેટ: અગાઉ કપાત ન થયેલાં PF ના નાણાં ભરવામાંથી મુક્તિ; EEC 2026 યોજના હેઠળ મળશે નવું કવરેજ
૧ એપ્રિલ ૨૦૦૯ થી ૩૧ માર્ચ ૨૦૨૬ વચ્ચે રહી ગયેલા કર્મચારીઓ માટે ૩૧ ઓક્ટોબર સુધી ખાસ ઝુંબેશ; ભૂતકાળના બાકી યોગદાનનો બોજ કર્મચારીઓ પર નહીં પડે

નવી દિલ્હી : નોકરીયાત વર્ગ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા એક અત્યંત રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હતા અને EPF માટે યોગ્ય હોવા છતાં કોઈપણ કારણોસર તમારું PF એકાઉન્ટ ખુલ્યું ન હતું અથવા રકમ કપાતી ન હતી, તો હવે 'એમ્પ્લોયી એનરોલમેન્ટ કેમ્પેન' (EEC) 2026 હેઠળ સુવર્ણ તક આપવામાં આવી રહી છે. આ ખાસ યોજના અંતર્ગત આવા કર્મચારીઓને EPF સિસ્ટમમાં આવરી લેવામાં આવશે, અને સૌથી મોટી રાહતની વાત એ છે કે કર્મચારીઓએ પોતાના ભૂતકાળના બાકી રહેલા PF યોગદાનની રકમ પોતાની જેબમાંથી ચૂકવવી પડશે નહીં.
આ ખાસ નોંધણી ઝુંબેશ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી જ અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન એમ્પ્લોયર્સ (માલિકો) તેમના જૂના રેકોર્ડમાં રહેલી ભૂલો સુધારીને પાત્ર કર્મચારીઓની નોંધણી કરાવશે.

EPFOના આ નિર્ણયથી ખાસ કરીને એવા હજારો કર્મચારીઓને નવું જીવનદાન મળશે જેઓ યોગ્ય હોવા છતાં અત્યાર સુધી સામાજિક સુરક્ષાના છત્રથી વંચિત રહ્યા હતા. કંપની દ્વારા ભૂતકાળમાં કરાયેલી ભૂલોનો આર્થિક બોજ કર્મચારીઓ પર નાખ્યા વિના તેમને સીધો સિસ્ટમમાં જોડવામાં આવી રહ્યા છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
