<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી પ્રતિ કિલો રૂ. 26,020 સસ્તી થઈ

તહેવારોની મોસમમાં ખરીદી કરતા પહેલા જાણી લો નવીનતમ ભાવ અને રોકાણના મહત્વપૂર્ણ વિકલ્પો

નવી દિલ્હી : ધનતેરસ, દિવાળી અને લગ્નની મોસમ પહેલા સોના અને ચાંદી ખરીદવાની તૈયારી કરનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરના દિવસોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં ચાંદીના ભાવ રૂ. 2 લાખ પ્રતિ કિલોથી નીચે આવી ગયા છે જ્યારે સોનાનો ભાવ પણ તેના અગાઉના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી ઘણો નીચે સરકી ગયો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર, 30 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર, 2026 દરમિયાન 24 કેરેટ સોનામાં રૂ. 6,258 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં રૂ. 26,020 પ્રતિ કિલોનો મોટો ઘટાડો નોંધાયો છે.

આ ઘટાડાની વિગતવાર વાત કરીએ તો, IBJA ના ડેટા મુજબ 30 સપ્ટેમ્બરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,47,888 હતો જે ઘટીને રૂ. 1,41,630 થયો છે, જ્યારે 22 કેરેટ સોનું રૂ. 1,35,915 થી ઘટીને રૂ. 1,29,566 પર પહોંચ્યું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં વધુ તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે જ્યાં 30 સપ્ટેમ્બરના રોજ એક કિલો ચાંદીનો ભાવ રૂ. 2,20,435 હતો તે 23 ઓક્ટોબર સુધીમાં ઘટીને રૂ. 1,94,415 થઈ ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોના અને ચાંદીના વાયદાના ભાવ દબાણ હેઠળ રહ્યા છે, જેમાં ચાંદી તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી લગભગ અડધી થઈ ગઈ છે.

(3:35 PM IST)