<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં મોટો કડાકો:સેન્સેક્સ 508 અને નિફ્ટી 165 પોઈન્ટ તૂટ્યા: IT શેરોમાં શાનદાર તેજી

બીએસઈ સેન્સેક્સ 508.40 પોઇન્ટ (0.68 ટકા)ના મોટા ઘટાડા સાથે 74,267.34 પોઈન્ટ પર બંધ રહ્યો:નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 165.15 પોઈન્ટ (0.70 ટકા) ના નુકસાન સાથે 23,382.60 પોઈન્ટના સ્તરે બંધ થયો

મુંબઈ :અઠવાડિયાના પહેલા દિવસે જ ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી વચ્ચે મોટો કડાકો જોવા મળ્યો હતો. ગ્રીન સિગ્નલ સાથે શરૂ થયેલું માર્કેટ દિવસના અંતે ઘટાડામાં આવી ગયું અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાને બંધ થયા હતા. બજારના આ ઘટાડા વચ્ચે પણ આઈટી સેક્ટરના શેર્સ શાનદાર રિકવરી બતાવીને રોકાણકારોને મોટી રાહત આપી હતી.

 આજે એટલે કે, પહેલી જૂન સોમવારે શેરબજાર ગ્રીન ઝોનામાં ખુલેલું શેરબજાર અંતમાં મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સપ્તાહના પ્રથમ દિવસે, આજે બીએસઈ સેન્સેક્સ 508.40 પોઇન્ટ (0.68 ટકા)ના મોટા ઘટાડા સાથે 74,267.34 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ આજે 165.15 પોઈન્ટ (0.70 ટકા) ના નુકસાન સાથે 23,382.60 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. સોમવારે આ ઘટાડા વચ્ચે પણ આઈટી સ્ટોક્સમાં સારી તેજી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સેન્સેક્સ તેજી સાથે 75,203.02 પોઇન્ટ પર અને નિફ્ટી 50 પણ ઊછાળા સાથે 23,654.50 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો.

 આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 6 કંપનીઓના શેર જ વધારા સાથે લીલા નિશાને બંધ થયા હતા અને બાકીની તમામ 24 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાને બંધ રહ્યા હતા. બીજી તરફ, નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી માત્ર 10 શેર તેજી સાથે લીલા નિશાને બંધ થયા હતા, જ્યારે બાકીની 40 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાને બંધ થયા હતા. સેન્સેક્સની કંપનીઓમાં ટેક મહિન્દ્રાનો શેર આજે સૌથી વધુ 3.80 ટકાની તેજી સાથે બંધ થયો હતો, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરનો શેર સૌથી વધુ 2.83 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના બાકીના શેરોમાં આજે ઈન્ફોસિસ 3.70 ટકા, ટીસીએસ 1.95 ટકા, ઈન્ડિગો 1.04 ટકા, એચસીએલ ટેક 0.90 ટકા અને ટાટા સ્ટીલનો શેર 0.79 ટકાની તેજી સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

બીજી તરફ સોમવારે  આઈટીસીના શેર 2.53 ટકા, NTPC 2.15 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.10 ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.95 ટકા, બજાજ ફાઈનાન્સ 1.74 ટકા, ટ્રેન્ટ 1.74 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.73 ટકા, L&T 1.65 ટકા, મારુતિ સુઝુકી 1.51 ટકા, બજાજ ફિનસર્વ 1.33 ટકા, ICICI બેંક 1.31 ટકા, ઈટરનલ 1.30 ટકા, ટાઇટન 1.21 ટકા, એશિયન પેઈન્ટ્સ 1.20 ટકા, અદાણી પોર્ટ્સ 1.19 ટકા, ભારતી એરટેલ 1.05 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 0.99 ટકા, BEL 0.90 ટકા, એક્સિસ બેંક 0.74 ટકા, સન ફાર્મા 0.72 ટકા, HDFC બેંક 1.20 ટકા ઘટ્યા હતા. 0.28 ટકા, પાવર ગ્રીડ 0.26 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.02 ટકા ઘટ્યા હતા.

(6:54 PM IST)