તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ભારત-બ્રિટન વેપારકરાર અમલમાં આવ્યાના ચાર મહિનામાં જ મોટો વિવાદ : સ્કોચ વ્હિસ્કીના ડઝનબંધ કન્ટેનર કસ્ટમ્સે અટકાવ્યાં, આયાતજકાત બમણી વસૂલવા તજવીજ
૭૫ ટકાના બદલે ૧૫૦ ટકા આયાતજકાતનો આગ્રહ : બે મોટી વિદેશી કંપનીઓનાં ૮૦થી વધુ કન્ટેનર બંદરો ઉપર અટવાયાં

નવી દિલ્હી, તા. ૧૧ : ભારત અને બ્રિટન વચ્ચે જુલાઈથી અમલમાં આવેલા વેપારકરાર હેઠળ આયાત થતી સ્કોચ વ્હિસ્કી ઉપરની જકાત અંગે ગંભીર વિવાદ ઊભો થયો છે. તપાસ અધિકારીઓએ જથ્થાબંધ આયાત થતી સ્કોચને તૈયાર વ્હિસ્કી નહીં પરંતુ વધુ પ્રક્રિયા માટેની સામગ્રી ગણાવી ૧૫૦ ટકા જકાત વસૂલવા સૂચના આપી છે.
કંપનીઓના મતે વેપારકરાર મુજબ ૭૫ ટકા જકાત લાગવી જોઈએ. પર્નોડ રિકાર્ડ અને ડિયાજિયોનાં ૪૦થી વધુ કન્ટેનર પ્રત્યેક કંપનીનાં અટકાવવામાં આવ્યાં છે. બકાર્ડીનાં પાંચ કન્ટેનર પણ અટવાયાં હોવાનો અહેવાલ છે.
વાણિજ્ય મંત્રાલયે અગાઉ વેપારકરારનો લાભ આપવાની ખાતરી આપી હતી, પરંતુ નાણાં મંત્રાલય હેઠળની તપાસ એજન્સીએ અલગ વલણ અપનાવ્યું છે. બંને મંત્રાલયો વચ્ચે ઉકેલ માટે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
