તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 1st August 2026
પાકિસ્તાનની વ્યુહરચનામાં મોટો બદલાવ: હવે ગુજરાત-મહારાષ્ટ્ર નહીં, પરંતુ બંગાળની ખાડીને નિશાન બનાવીને ભારતને ઘેરવાની ઘાતક ચાલ; જાણો ભારતીય નૌકાદળ કેવી રીતે આપશે જડબાતોડ જવાબ!
ચીનની મદદથી હેંગોર-ક્લાસ સબમરીન મેળવીને પૂર્વ કિનારા પર દબાણ વધારવાની ફિરાકમાં પાકિસ્તાન; ૧૯૭૧ પછી પહેલીવાર પૂર્વીય સમુદ્રમાં સર્જાઈ રહેલા ખતરા સામે ભારતે સજ્જ કર્યા પોતાના "ડોલ્ફિન હન્ટર્સ" અને ઘાતક હથિયારો

નવી દિલ્હી : પાકિસ્તાને પોતાની પરંપરાગત રણનીતિમાં મોટો ફેરફાર કરીને હવે ભારતના પૂર્વીય દરિયાકાંઠા અને બંગાળની ખાડીને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન નૌકાદળ ચીનની અત્યાધુનિક ડિઝાઈનવાળી હેંગોર-ક્લાસ સબમરીન મેળવીને તેને બંગાળની ખાડીમાં તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ બદલાવ સૂચવે છે કે પાકિસ્તાનનું ધ્યાન હવે માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતું સીમિત નથી, પરંતુ તે ભારતના સંવેદનશીલ પૂર્વીય કાફલા અને ન્યુક્લિયર સબમરીન બેઝ પર દબાણ વધારવા માંગે છે. ૧૯૭૧ના યુદ્ધ પછી આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાન પૂર્વ કિનારે પોતાની નૌકાદળની ઉપસ્થિતિ નોંધાવવાનો પ્રયાસ કરશે.
બંગાળની ખાડીમાં પાકિસ્તાનનો ખતરનાક મનસૂબો અને ચીનની ભૂમિકા
પાકિસ્તાન નૌકાદળને કુલ આઠ હેંગોર-ક્લાસ સબમરીન મળવાની યોજના છે, જેમાંથી પહેલી સબમરીન પાકિસ્તાન પહોંચી ચૂકી છે. આ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન એર-ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) સિસ્ટમથી સજ્જ હોવાથી લાંબા સમય સુધી પાણીની અંદર છુપાઈ રહેવામાં સક્ષમ છે. વિશાખાપટ્ટનમ ખાતે ભારતનું પૂર્વીય નૌકાદળ કમાન્ડ અને અત્યંત ગુપ્ત પરમાણુ સબમરીન બેઝ 'INS વર્ષા' આ જ ક્ષેત્રમાં આવેલા હોવાથી પાકિસ્તાનની આ હિલચાલ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. જો કે, સંરક્ષણ નિષ્ણાતોના મતે બાંગ્લાદેશના બંદરો પર રિફ્યુઅલિંગની સગવડ વગર આ સબમરીન માટે લાંબા અંતરની કામગીરી કરવી સરળ નહીં રહે, પરંતુ ભારત આ મામલે કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી.
ભારતીય નૌકાદળની અદભુત સબમરીન વિરોધી (ASW) તાકાત
દુશ્મનોના કોઈપણ નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવવા માટે ભારતીય નૌકાદળ પોતાની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને અત્યંત મજબૂત બનાવી ચૂકી છે. ભારત પાસે યુએસ-નિર્મિત અત્યાધુનિક P-8I પોસાઇડન લોંગ-રેન્જ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને ઘાતક MH-60R રોમિયો હેલિકોપ્ટર ઉપલબ્ધ છે, જે સમુદ્રની ઊંડાઈમાં છુપાયેલી દુશ્મન સબમરીનને શોધીને તેનો નાશ કરી શકે છે. આ ઉપરાંત, છીછરા પાણીમાં શિકાર કરવા માટે નવા સ્વદેશી "ડોલ્ફિન હન્ટર્સ" (ASW શેલો વોટર ક્રાફ્ટ) અને DRDO દ્વારા વિકસિત લો-ફ્રિકવન્સી સોનાર સિસ્ટમ્સને તૈનાત કરવામાં આવી છે. મુખ્ય જળમાર્ગો પર અંડરવોટર સેન્સરનું મજબૂત નેટવર્ક ગોઠવી દેવામાં આવ્યું છે, જેથી કોઈપણ ખતરો ભારતની નજીક પહોંચે તે પહેલા જ તેને નેસ્તનાબૂદ કરી શકાય.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
