<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

નીટ વિવાદ વચ્ચે મોડી રાત્રે શિક્ષણ મંત્રાલયમાં મોટો ફેરફાર: દેશના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીને હટાવાયા, નરેશ પાલ ગંગવાર નવા ઉચ્ચ શિક્ષણ સચિવ બન્યા

નવી દિલ્હી: અણ્ણાએ કહ્યું હતું તેવું જ બન્યું: પ્રધાનને બદલે અફસર બદલાયા ! નીટ વિવાદ વચ્ચે મોડી રાત્રે શિક્ષણ મંત્રાલયમાં મોટો ફેરફાર: દેશના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીને હટાવાયા, વરિષ્ઠ આઈએએસ અધિકારી નરેશ પાલ ગંગવાર નવા ઉચ્ચ શિક્ષણ સચિવ બન્યા: 

 

નીટ પેપર લીકના આક્ષેપોને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં આ મોટો વહીવટી ફેરફાર કર્યો છે.  વિનીત જોશીની બદલી કરીને તેમને પંચાયતી રાજ મંત્રાલયમાં મોકલવામાં આવ્યા છે. 

 

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત હોવાથી આ ફેરફારને નીટ વિવાદ વચ્ચે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 

 

જોકે કેન્દ્ર સરકારે બદલીનું કારણ સીધી રીતે નીટ વિવાદ હોવાનું જણાવ્યું નથી. કેન્દ્ર દ્વારા વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સચિવ સ્તરની કુલ ૧૩ નવી નિયુક્તિઓના ભાગરૂપે આ ફેરબદલ કરવામાં આવ્યો છે. 

(9:37 AM IST)