<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

બ્રિટનના રાજદ્વારી વર્તુળોમાં મોટો ફેરફાર: ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિંડી કેમેરોન બન્યા યુકે ફોરેન ઓફિસના નવા પરમેનન્ટ અંડર-સેક્રેટરી!

રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં શાનદાર યોગદાન આપનાર લિંડી કેમેરોનની યુકેના સૌથી મહત્વપૂર્ણ પદ પર થઈ શાનદાર નિયુક્તિ; ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં રહી છે મુખ્ય ભૂમિકા

નવી દિલ્હી : બ્રિટિશ સરકાર અને વિદેશ મંત્રાલય (FCDO) માં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા પ્રશાસનિક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા અગ્રણી રાજદ્વારી લિંડી કેમેરોન (Lindy Cameron) ને યુકેની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) ના નવા પરમેનન્ટ અંડર-સેક્રેટરી (PUS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ સંભાળનાર તેઓ બ્રિટનના શીર્ષ અધિકારીઓમાં સ્થાન પામશે.

 

ડિપ્લોમસી અને રાષ્ટ્રીય સુરક્ષાનો સમૃદ્ધ અનુભવ

 

બ્રિટિશ કેબિનેટ સેક્રેટરી દ્વારા વડાપ્રધાન અને વિદેશ મંત્રીની મંજૂરી બાદ આ નિયુક્તિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લિંડી કેમેરોને અગાઉ યુકેના નેશનલ સાયબર સેક્યુરિટી સેન્ટર (NCSC) ના CEO તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે ઉત્તરી આયર્લેન્ડ ઓફિસ અને આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગમાં અનેક ઉચ્ચ પદો પર કાર્ય કર્યું છે. રાજદ્વારી, વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે તેમની દીર્ઘકાલીન કુશળતાને ધ્યાનમાં રાખીને તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

 

ભારત સાથેના સંબંધોને યાદ કરતા ભાવુક પ્રતિક્રિયા

 

પોતાની નિમણૂક પર પ્રતિક્રિયા આપતા લિંડી કેમેરોને જણાવ્યું હતું કે, ભારત જેવા મહાન દેશમાં હાઈ કમિશનર તરીકે કામ કરવું એ મારા માટે ગર્વની વાત રહી છે. ભારત સાથે ભાગીદારી કરીને યુકે માટે સુરક્ષા, વિકાસ અને અવસરો ઊભા કરવામાં જે સફળતા મળી છે તેનું મને હંમેશા ગર્વ રહેશે. ભારત છોડતી વખતે તેમને દુઃખ જરૂર થશે, પરંતુ યુકેના આ નવા અને પડકારજનક મિશન માટે તેઓ પૂરા ઉત્સાહ સાથે તૈયાર છે. બ્રિટિશ વિદેશ મંત્રીએ પણ તેમની કાર્યદક્ષતાની પ્રશંસા કરી હતી.

(6:53 PM IST)