<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મોટો બદલાવઃ કોલકાતા પોલીસે એક્‍સ પર મમતા બેનરજી અને અભિષેક બેનરજીને અનફોલો કર્યાઃ નરેન્‍દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહને ફોલો કરવાનું શરૂ કર્યું

 

કોલકોત્તા. ૯: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બસ્‍સો સાત બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવ્‍યો છે, ત્‍યારબાદ રાજ્‍યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો શરૂ થઈ ગયા છે. સત્તાવાર અહેવાલો મુજબ, કોલકાતા પોલીસના સત્તાવાર એક્‍સ એટલે કે અગાઉના ટ્‍વિટર એકાઉન્‍ટ પર ડિજિટલ સ્‍તરે મોટો ફેરફાર કરાયો છે. કોલકાતા પોલીસે પૂર્વ મુખ્‍યમંત્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી સહિત કેટલાક અન્‍ય નેતાઓને પોતાના સત્તાવાર એકાઉન્‍ટ પરથી તાત્‍કાલિક અસરથી અનફોલો કરી દીધા છે. આ સાથે જ વહીવટી તંત્રએ નવી ભાજપ સરકાર સાથે તાલમેલ સાધવાના સ્‍પષ્ટ સંકેતો આપતા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોલો કરવાનું શરૂ કર્યું છે.

માહિતી અનુસાર, કોલકાતા પોલીસે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલયના સત્તાવાર એકાઉન્‍ટ્‍સને પણ ફોલો કર્યા છે, જ્‍યારે તૃણમૂલ કાર્યાલયોની સુરક્ષા પણ ઘટાડાઈ છે. માત્ર નેતાઓ જ નહીં, પરંતુ કોલકાતા પોલીસના સત્તાવાર હેન્‍ડલ પરથી ભારત સરકારના પીએમઓ અને ગૃહ મંત્રાલયના સત્તાવાર એકાઉન્‍ટને પણ વિશેષ રીતે ફોલો કરીને કેન્‍દ્ર સાથે જોડાણ દર્શાવવામાં આવ્‍યું છે. અહેવાલો દર્શાવે છે કે સુવેન્‍દુ અધિકારીના નેતૃત્‍વમાં નવી સરકારની રચના પહેલાં જ પોલીસ પ્રશાસને રાષ્ટ્રીય નેતૃત્‍વ સાથે નવો સંપર્ક સેતુ બાંધી દીધો છે.

(3:22 PM IST)