<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

રશિયન ઓઈલ પર એસ.જયશંકરનું મોટું એલાન: અમેરિકા અને મિડલ-ઇસ્ટની ચિંતા વચ્ચે ભારતે સ્પષ્ટ કરી નીતિ

અમેરિકાના ભારે દબાણ અને ટેરિફના પડકારોને નજરઅંદાજ કરી ભારતે રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખી રશિયા સાથેના ઊર્જા સંબંધો મજબૂત રાખવાનો નિર્ધાર કર્યો

નવી દિલ્હી :

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વૈશ્વિક સ્તરે બદલાયેલા સમીકરણો વચ્ચે ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે, જ્યાં અમેરિકાના ભારે દબાણ અને સંભવિત ટેરિફના પડકારો છતાં ભારતે રશિયા સાથેના પોતાના વ્યૂહાત્મક અને ઊર્જા સંબંધોને મજબૂત રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે અને વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદીય સમિતિની બેઠકમાં ભારત રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યું હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ બાહ્ય દબાણ કે અમેરિકાના પ્રસ્તાવિત ટેરિફ છતાં ભારત રશિયા સાથેના પોતાના સંબંધો અને વ્યાપારિક ભાગીદારી જાળવી રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

યુદ્ધ અગાઉ ભારતીય બાસ્કેટમાં રશિયન તેલની ભાગેદારી બે ટકાથી પણ ઓછી હતી જે હાલ વધીને આશરે પચાસથી બાવન ટકા સુધી પહોંચી ગઈ છે, કારણ કે પશ્ચિમ એશિયાના પરંપરાગત સપ્લાયર્સ પર અસર પડ્યા બાદ ભારતે પોતાની ઉર્જા સુરક્ષા સુરક્ષિત કરવા માટે રશિયા પર નિર્ભરતા વધારી છે.

આ બેઠકમાં એ મુદ્દા પર પણ વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે માત્ર ભારતે જ નહીં પરંતુ યુરોપિયન દેશો પણ સંઘર્ષ અને પ્રતિબંધો છતાં પોતાની ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિપૂર્ણ ઉકેલ માટે સક્રિય ભૂમિકા ભજવી છે.

(11:22 AM IST)