તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
નરેન્દ્રભાઇ સાથે ભુપેન્દ્રભાઇ અને હર્ષ સંઘવી પણ જામનગર આવશે
જામનગરમાં આગમનઃ રાત્રિ રોકાણને લઈ કડક બંદોબસ્તઃ એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના માર્ગ પર ભારે સાફસફાઈઃ સરકારી ઇમારતો ઝળહળતી રોશનીથી સજ્જ, તંત્ર તત્પર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૭ :.. જામનગર શહેરમાં આગામી દશમી તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગળહમંત્રી હર્ષ સંઘવી પણ શહેરની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ત્રણેય મહાનુભાવોનું જામનગરમાં રાત્રિ રોકાણ થવાનું હોવાથી સમગ્ર તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
માહિતી મુજબ વડાપ્રધાન એરપોર્ટથી એરફોર્સ સ્ટેશનના બેઝ પર ઉતરીને રાત્રિના અંદાજે દસ વાગ્યે જામનગરમાં આવી પહોંચશે. ત્યાંથી તેઓ લાલ બંગલા સર્કલ તરફ જશે, જ્યાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન માર્ગ સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સંબંધિત માર્ગોને સમયસર બંધ રાખવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
લાલ બંગલા સર્કલ અથવા જિલ્લા પંચાયત સર્કલ વિસ્તારમાં નાગરિકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ રહી હોવાનું , જ્યાં વડાપ્રધાન લોકો વચ્ચે ટૂંકા મિલન કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેવી પણ શકયતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા ગળહમંત્રી પણ હાજર રહે તેવી માહિતી ઙ્કાપ્ત થઈ રહી છે.
વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર બી. એન. પંડ્યા અને તેઓની ટીમ, જિલ્લા પોલીસ વડા ડાઙ્ઘ. રવિ મોહન સૈની અને સમગ્ર પોલીસ દળ, તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી અને મહાનગરપાલીકા સહિતના અધિકારીઓ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ બંદોબસ્ત કડક બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત જામનગરના સર્કિટ હાઉસ, શહેરની સરકારી ઇમારતોને પણ આકર્ષક અને ઝળહળતી લાઇટિંગથી શણગારવામાં આવી છે, જે શહેરની સુંદરતામાં વધારો કરી રહી છે. વડાપ્રધાનના આગમનને લઈને જામનગર શહેરમાં સુરક્ષા સાથે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
