તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
૬ પાકિસ્તાની આરોપીઓને ભુજની સ્પેશ્યલ કોર્ટે ફટકારી ૨૦ વર્ષની કેદ અને બે-બે લાખ રૃપિયાનો દંડ
૨૦૨૧માં ૩૮૪.૬૮ કરોડ રૃપિયાનું હેરોઇન ભારતમાં જખૌના દરિયામાંથી ઘુસાડવાનો કેસ

નવી દિલ્હી,તા.૨૫: કચ્છના જખૌના દરિયાકિનારેથી ભારતમાં ૨૦૨૧માં ૩૮૪.૬૮ કરોડ રૃપિયાનું હેરોઇન ઘુસાડવાના કેસમાં ભુજ કચ્છના છઠ્ઠા અધિક સેશન્સ અને સ્પેશ્યલ નાર્કોટિસ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબ્સ્ટન્સિસ (NDPS) કોર્ટના જજ વી. એ. બુદ્ધએ પાકિસ્તાનના ૬ આરોપીઓને તકસીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા કરી હતી અને બે-બે લાખ રૃપિયાનો દંડ કર્યો હતો.
ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (ATS)ને મળેલી બાતમીના આધારે ૨૦૨૧ની ૨૦ ડિસેમ્બરે કચ્છના જખૌથી આશરે ૩૫ નોટિકલ માઇલ દૂર દરિયામાં ખ્વ્લ્ અને ભારતીય તટરક્ષક દળે સંયુકત ઑપરેશન હાથ ધરીને એક શંકાસ્પદ બોટને કોર્ડન કરીને એમાં તપાસ કરી હતી. તપાસ દરમ્યાન બોટમાંથી ૬ પાકિસ્તાની નાગરિકો તેમ જ પાંચ મોટા થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં અંદાજે ૩૮૪.૬૮ કરોડ રૃપિયાના ૭૬.૯૩૬ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
