તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
મામાના ઘરમાં ભાણેજે હાથ ફેરો કર્યોઃ ડુપ્લીકેટ ચાવી બનાવી ૪ લાખ રોકડા અને સોનાનો હાર લઈ ઉપડી ગઈ
મધ્ય પ્રદેશના ભોપાલના નિશાંતપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

ભોપાલ,તા.૮: ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલના નિશાંતપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કાર મિકેનિકના ઘરમાંથી ૧૬ વર્ષની છોકરીએ ૪ લાખ રૂપિયા અને દાગીના ચોરી લીધા. ખાસ વાત એ છે કે, આ છોકરી કાર મિકેનિકની ભાણેજ છે. છોકરીએ પોતાના ઘરના ભાડૂઆતની દીકરી સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો. ચોરી કર્યા બાદ બંને છોકરીઓ જબલપુર જતી રહી. પછી બિદાસ્ત થઈને ભોપાલ પહોંચી અને અલ્પના ટોકિઝમાં ફિલ્મ જોવા ગઈ. જો કે ટોકિઝમાંથી બહાર નીકળતા જ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી.
પોલીસે બંને છોકરીઓ પાસેથી ચોરેલો સોનાનો હાર અને ૩.૭૯ લાખ રૂપિયા રોકડા જપ્ત કરી લીધા છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દાગીનાની કુલ કિમત ૪.૩૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે, કડકાઈથી પૂછપરછ કરતા બંને છોકરીઓએ ચોરીની વાત કબૂલી હતી. મિકેનિકની ભાણેજ સગીર હતી, તેથી તેને બાળ ન્યાય બોર્ડમાં રજૂ કરવામાં આવી છે, જ્યારે ભાડૂઆતની દીકરી અર્શીની ધરપકડ કરી લેવામાં આવી છે. કેમ કે અર્શી ૨૦ વર્ષની છે.
ભોપાલ પોલીસે આખા કેસને ૪૮ કલાકની અંદર ઉકેલી ધરપકડ કરી અને વિસ્તારમાં તેની વિશે વાત કરી. પોલીસે કહ્યું કે, કરોંદની બિલાલ કોલોનીમાં રહેતા આવેશ ખાન એક બાઈક મિકેનિક છે. આવેશે સાળાની દીકરીના લગ્ન માટે ૪ લાખ રૂપિયા રોકડા અને અડધો તોલા સોનાનો હાર બનાવ્યો હતો. તેમણે તિજોરીમાં લોકર મારી તેને સંભાળીને રાખ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, આવેશનું કહેવું છે કે તે ૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે કામ પર જતો રહ્યો હતો. બપોરે ૧૨ વાગ્યે તેની પત્ની શમીમ અમુક ભાડૂઆત મહિલાઓ સાથે બેન્ક ગઈ હતી. આ દરમ્યાન ઘરમાં ૧૬ વર્ષની ભાણેજ અને ભાડૂઆતની ૨૦ વર્ષની દીકરી અર્શી બંને એકલી હતી. બંને છોકરીએ મોકો જોઈને ડુપ્લીકેટ ચાવીથી તિજોરીનું લોકર ખોલ્યું. લોકરમાં રાખેલા ૪ લાખ રૂપિયા રોકડા અને સોનાનો હાર ચોરી કરી લીધો.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
