તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ભાઈ ભાઇઃ સઉદી અરબમાં પાણીથી ચાલતું AC બનાવ્યું: લાઈટ બિલ નહીં આવે કૂલિંગ બરફ જેવી મળશે
કિંગ અબ્દુલા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ ક્રાંતિકારી ટેકનિક શોધી

રીયાધ તા.૨૩: રેકોર્ડતોડ ગરમીના કારણે આખી દુનિયા રાત-દિવસ એર કંડિશનર એસી પર પૈસા ફૂંકવા મજબૂર છે. આવા સમયે સઉદી અરબે પાણીથી ચાલતું AC બનાવી લીધું છે. કિગ અબ્દુલા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ એક એવી ક્રાંતિકારી ટેકનિક શોધી કાઢી છે, જે એક પણ યુનિટ વીજળી ખર્ચ કર્યા વિના, કોઈ પણ કમ્પ્રેસર કે મોટર વિના, તમારા ઘરને એકદમ કૂલ-કૂલ બનાવી દેશે. આ અનોખી ટેકનિકનું નામ આપ્યું છે NESCOD. આ સિસ્ટમ એ વિસ્તાર માટે વરદાનરૃપ છે, જ્યાં વીજળી નથી પહોંચતી અને પારો હંમેશા ૪૫થી ૫૦ ડિગ્રીને પાર રહે છે. સૌથી મોટી વાત એ છે કે તેનાથી વીજળીનું બિલ ઝીરો થઈ જશે.
આ ACની સિસ્ટમ પાછળ વિજ્ઞાનનું એક ખૂબ જ સિમ્પલ પણ ગજબનો નિયમ કામ કરે છે. જેને એન્ડોથર્મિક ડિસોલ્યુશન કહેવાય છે. આ સિસ્ટમમાં કોઈ વીજળી અથવા ગેસ નહીં પણ એક ખાસ પ્રકારનું મીઠું, એટલે કે એમોનિયમ નાઈટ્રેટ અને પાણીનો ઉપયોગ થાય છે. જ્યારે આ ખાસ મીઠાને પાણીમાં મિશ્રણ કરવામાં આવે છે તો એક કેમિકલ રિએકશન થાય છે જે પોતાની આજુબાજુની તમામ ગરમીને ચૂસી લે છે. તેના કારણે પાણીનું તાપમાન એકદમ નીચે જાય છે.
રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, લેબ ટેસ્ટમાં જોવામાં આવ્યું કે આ સિસ્ટમ પ્રતિ સ્કવેર મીટર ૧૯૧ વોટ સુધીની જબરદસ્ત કૂલિગ પાવર પેદા કરી શકે છે, જે કોઈ પણ નાના રૃમ અથવા કોલ્ડ સ્ટોરેજને ઠંડું કરવા માટે પૂરતું છે. (પ્રતિકાત્મક તસવીર)
સઉદીના વૈજ્ઞાનિકોએ એક કમાલનું ૩ઝ્ર સોલર રીજનરેટર બનાવ્યું છે. આ રીજનરેટર સૂરજની રોશનીનો ઉપયોગ કરી મીઠાવાળા પાણીને વરાળમાં બદલી નાખે છે. જેવું પાણી વરાળ બનીને ઊડે છે મીઠું નીચે ફરીથી ક્રિસ્ટલ એટલે કે ઠોસ રૃપમાં બદલાઈ જાય છે. એટલે કે તમારી સિસ્ટમ ફરીથી ઉપયોગ માટે રીચાર્જ થઈ જાય છે. સૌથી મજેદાર વાત એ છે કે આ ઠંડકને આપ સ્ટોર કરીને રાખી શકો છો. દિવસમાં તડકાને રીચાર્જ કરો અને રાતમાં કોઈ પણ સમયે વીજળી ખર્ચ કર્યા વિના કૂલિગની મજા લઈ શકશો.
આ સઉદી ટેકનિકની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સતત કેટલીય સાયકલ એટલે કે વારંવાર ઉપયોગ બાદ પણ પોતાની કૂલિગ પાવરને ઓછી થવા નથી દેતી. જ્યારે તેને તડકામાં રાખવામાં આવે છે તો તે દર કલાકે પ્રતિ સ્કવેર મીટર લગભગ ૨.૨ કિલોગ્રામ પાણીને વરાળમાં બદલે છે. આ કારણથી આ સિસ્ટમ સરળતાથી તાપમાનને ૫ ડિગ્રી સેલ્સિયસથી ૧૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે મેન્ટેન રાખે છે. આ તાપમાન કોઈ પણ રૃમને ઠંડો અથવા તો ફળ, શાકભાજી અને દવાને સડતા બચાવવા માટે સૌથી પરફેકટ માનવામાં આવે છે. અંતરિયાળ ગામડામાં જ્યાં ડીઝલથી ચાલતા મોંઘા રેફ્રિજરેટર વપરાય છે, ત્યાં આ ટેકનિક ગેમ ચેન્જર સાબિત થશે.
સઉદી અરબ જેવા સૂકા અને રેતાળ દેશમાં પાણીની કિમત સોના જેવી હોય છે. વૈજ્ઞાનિકોએ આ વાતનો પણ ખ્યાલ રાખ્યો છે. NESCOD સિસ્ટમ મીઠાને સુકવતી વખતે ઉડતી પાણીની વરાળને હવામાં બરબાદ થવા નથી દેતું, પણ પાછા તેને એકઠું કરે છે. ફરી વાર મળતું આ પાણી એટલું ચોખ્ખું હોય છે કે તેમાં અશુદ્ધતાનું લેવલ ૧ ષ્ટષ્ટૃથી પણ ઓછું હોય છે. એટલે કે આ ટેકનિકથી તમને કૂલિગ તો મળશે, સાથે વેરાન વિસ્તાર માટે પીવા લાયક એકદમ શુદ્ધ પાણી પાછું મળશે.
આ સમગ્ર આવિષ્કારની સૌથી સારી વાત એ છે કે તેને બનાવવામાં વધારે ખર્ચ પણ થતો નથી. તેમાં ઉપયોગ થનારો એમોનિયમ નાઈટ્રેટ એ જ કેમિકલ છે, જે ખેતીમાં ખાતર તરીકે ભારે માત્રામાં ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આ ઉપરાંત તેનું ૩ઝ્ર રીજનરેટર સ્ટ્રકચર એટલું નાનું અને સ્માર્ટલી ડિઝાઈન કર્યું છે કે તેને બનાવવાનો ખર્ચ ખૂબ જ ઓછો છે. પરંપરાગત સોલર પેનલ અથવા મોંઘા થર્મલ સિસ્ટમની તુલનામાં આ ખૂબ જ સસ્તું છે. આવા સમયે ભારત, આફ્રિકા અને અન્ય વિકાસશીલ દેશોના એ ગરીબ ગ્રામિણ વિસ્તારમાં જ્યાં વીજળીની સુવિધા નથી, ત્યાં વીજળી વિના આ મિની AC આવનારા સમયમાં એક બહુ મોટી ક્રાંતિ લાવશે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
