તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 9th September 2026
સૌથી શ્રેષ્ઠ ‘‘જાપ કમાઇ'' : પૂ. મોરારીબાપુ
કર્ણાટકમાં ‘‘માનસ કૃષ્ણાવતાર'' શ્રી રામકથામાં કર્ણાટકના રાજયપાલ થાવરચંદજી ગેહલોતની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૯ : કર્ણાટકમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત ‘‘માનસ કૃષ્ણાવતાર'' શ્રી રામકથાએ આજે બુધવારે વિરામ લીધો છે.
પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રી રામકથાના ૮ માં દિવસે કહ્યું કે ઘણા લોકો ‘બાપ કમાઇ' પર જીવતા હોય છે એટલે કે બાપદાદ પાસેથી ધન-સંપતિનો વારસો મળતો હોય છે, ઘણા લોકો પાસે ‘આપ કમાઇ' હોય છે. ઘણા લોકોન વારસાના પૈસા-રૂપિયા નથી મળતા, ‘આપ કમાઇ' હોય છે. મેં ઘણા લોકોને જોયા છે કે એમના બાપ જીંદગી આખી મજુરી જ કરે છે પણ એમણે પોતે ‘આપ કમાઇ'થી સમુધ્ધિ થાય છે અને એના માતા-પિતાને ખૂબ સુખમાં રાખે છે તો એ ‘આપ કમાઇ', ઘણા લોકો પાસે ‘પાપ કમાઇ' હોય છે, ઘણા લોકો પાસે ‘સાપ કમાઇ' એટલે કે કોઇનો સાપ લાગે અને એ સાપ પરમ અનુગ્રહ બની જાય છે, પણ સૌથી શ્રેષ્ઠ કમાઇ છે. ‘જાપ કમાઇ' હરિનામ-હરિસ્મરણ એ જ સાચી કમાઇ છે. તો સૌથી સારી આ ‘જાપ કમાઇ' છે, માટે ખૂબ હરિનામ, હરિનામ, હરિનામ, હરિસ્મરણ કરો.
શ્રી કૃષ્ણમય ભૂમિ ઉડૂપીમા પ્રવાહિત થઇ રહેલી રામકથાના આઠમા દિવસે કથાના પ્રેમ મંગલ સ્વાદમાં પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે, એમ જિજ્ઞાસા પૂછાઇ છે કે બાપુ, તમે કથામાં વેદની વાત કરો છો તો તમે વેદનું દર્શન કર્યુ છે ? જવાબ : વેદ આપણો સનાતન શ્વાસ છે. હું વાણી દ્વારા વેદનું પૂજન કરી લઉં છું. વેદ વિશે ઘણા-ઘણા લોકોએ ભાષ્યો કર્યા છે, લખ્યાં છે. તેમાં સૌથી વધારે કામ કર્યુ હોય તો તેમાં દયાનંદ સરસ્વતીજીએ (ટંકારા-સૌરાષ્ટ્ર) કર્યુ છે. અન્ય ઘણા લોકોએ વેદોના ભાષ્યો લખ્યા છે. આપણો મુળ-આદિ વેદ ઋગ્વેદ છે. એ ઋગ્વેદનો પ્રથમ મંત્ર ‘અગ્નિ' શબ્દથી શરૂ થાય છે. આપણી ભારતીય પરંપરમાં અગ્નિ તત્વ જ મુખ્ય છે. આપણે ત્યાં કોઇ સંબંધ જોડાય છે તો તે અગ્નિ કેન્દ્રમાં છે. સૂર્ય જો શિતળના આપે તો એ વિધર્મી છે, સૂર્યનો સ્વાભાવ સહજ સ્વભાવ અગ્નિ છે.
શ્રોતા-વકતા બન્ને આપેલ છે. બન્નેમાં આટલા ગુણ-લક્ષણો હોવા જોઇએ. શ્રોતા-વકતા સુમતિ હોવા જોઇએ, સુશીલ અને પ્રજ્ઞાવાન હોવા જોઇએ, સુચિ-એટલે કે પવિત્ર ભાવથી શ્રવણ-કથન કરે, શ્રોતા-વકતા બહારથી સ્વચ્છ અને ભીતરથી પવિત્ર હોવો જોઇએ, કથા રસીક હોવા જોઇએ, હરિદાસ હોવા જોઇએ. સાધક-જાપક હોય એણે બધુ જ સાંભળવાની તૈયારી રાખવી જોઇએ. સ્તુતિ અને નિંદા બધુંજ સાંભળવું.. રામ રાખે એમ રહેવું દુનિયામાં કોઇને કોઇ ન કહેવું... કોઇ બુધ્ધ પુરૂષ પાસે જાવ ત્યારે પામવા માટે જાવ, બોલવા માટે ન જાવ, ઘણા લોકો બોલબોલ કર્યા જ કરે , જાણે એ બધા જ વિષયોનો જ્ઞાતા હોય.
ગઇકાલની કથામાં કર્ણાટક રાજયના રાજયપાલ થાવરચંદજી ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા અને કથાશ્રવણ તથા આરતીનો લાભ લીધો હતો. રાજયપાલશ્રી એ પોતાની પ્રસન્નતા વ્યકત કરતા કહ્યું હતું કે તમે સૌ ઉડૂપીમાં આવ્યા છો ત્યારે કૃષ્ણભૂમિના દર્શન કરજો. મેં બાપનુી મુંબઇ કથા હતી (તા. ૧૬-૧૧-રપ) ત્યારે મને કથા સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજથી નવ-દસ વર્ષ પહેલા ર૦૧૭ માં પણ પૂ. બાપુની કથાનો શ્રવણ લાભ લીધો હતો. હું ઘણી વખત ટી.વી.માં પણ બાપુની કથા સાંભળતો રહું છું. આ કથાના યજમાન પ્રવીણભાઇ તન્નાનો હું આભારી છું. ભગવાનની કથાનો અવસર મળ્યો તે માટે હું સૌભાગ્યવાન છું. રાજયપાલશ્રીએ વ્યાસપીઠની વંદના કરી હતી.
- મનોજ જોશી
‘‘મજો'' રાજકોટ
મો. ૯૪ર૬ર ૪ર૧૧પ
મો. ૮૧૪૦ર ૧૩૧૩૦
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
