તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
બેંગલુરુ એરપોર્ટ પર ડ્રગ્સ વિરોધી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી: આશરે રૂ. ૯૬.૭ કરોડની કિંમતના હાઇડ્રોપોનિક ગાંજા સાથે બે મુસાફરો ઝડપાયા
એક વિદેશી ફ્લાઇટ દ્વારા શંકાસ્પદ બેગેજમાં હાઇ-ટેક પદ્ધતિથી ઉગાડવામાં આવેલું કરોડોનું વિદેશી ગાંજાનું કૌભાંડ ઝડપાયું; કસ્ટમ્સ વિભાગની સઘન પૂછપરછમાં મોટા રેકેટનો ખુલાસો

બેંગલુરુ : દેશની આઈટી રાજધાની બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ વિરોધી અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર કસ્ટમ્સ અને ઇન્ટેલિજન્સ વિભાગે સંયુક્ત દરોડા પાડીને આશરે રૂ. ૯૬.૭ કરોડની જંગી કિંમતના અત્યંત પ્રતિબંધિત હાઇડ્રોપોનિક ગાંજા (વિદેશી ડ્રગ્સ) સાથે બે શંકાસ્પદ મુસાફરોની ધરપકડ કરી છે. આ જંગી ડ્રગ્સ જથ્થાના ઝડપાવાથી સમગ્ર સુરક્ષા તંત્રમાં હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે વિદેશથી આવતી એક ફ્લાઇટના માધ્યમથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ ઇનપુટના આધારે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે બે મુસાફરો શંકાસ્પદ હાલતમાં પોતાના સામાન સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અધિકારીઓએ તેમના લગેજની ઝીણવટભરી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન બેગમાંથી અત્યંત આધુનિક અને મોંઘી પદ્ધતિથી તૈયાર કરાયેલો હાઇડ્રોપોનિક ગાંજો મોટા જથ્થામાં મળી આવ્યો હતો.
અધિકારીઓએ જપ્ત કરાયેલા આ વિદેશી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. ૯૬.૭ કરોડ આંકી છે. સામાન્ય ગાંજા કરતા હાઇડ્રોપોનિક ગાंजा અત્યંત નશાકારક અને મોંઘો માનવામાં આવે છે, જે વિદેશોમાં લેબ કે ખાસ કન્ટ્રોલ ઇકોસિસ્ટમમાં તૈયાર કરવામાં આવે છે. આ ડ્રગ્સ કોના દ્વારા મંગાવવામાં આવ્યું હતું અને બેંગલુરુમાં કયા નેટવર્કને સપ્લાય થવાનું હતું તે અંગે પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે.
પ્રારંભિક તપાસમાં આ ડ્રગ્સ સિન્ડિકેટના્તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંગલુરુ એરપોર્ટ પર થયેલી આ કરોડોની રેકવરીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટના અન્ય મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
