<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

દુર્ગા પૂજા અગાઉ બંગાળ સરકારની ભેટ; અડધા ભાવે લોટ, ખાંડ અને સોજી મેળવો

બે કરોડ પરિવારો માટે ખાસ રાશન પેકેજની જાહેરાત, તહેવારોમાં મોંઘવારી સામે રાહત આપવા માટે રૂ.૧૫૦ કરોડ ફાળવાયા


કોલકાતા : બંગાળ સરકારે દુર્ગા પૂજા પહેલા રાજ્યના બે કરોડ પરિવારો માટે ખાસ રાશન પેકેજની જાહેરાત કરી છે, જેમાં દુર્ગા પૂજા સપ્તાહ દરમિયાન રાશનની દુકાનો દ્વારા લોટ, ખાંડ અને સોજી અડધા ભાવે એટલે કે ૫૦ ટકા સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્ય સચિવાલય નબન્ના ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે સરકારે આ કલ્યાણકારી યોજના માટે રૂ.૧૫૦ કરોડ ફાળવ્યા છે, જેના અંતર્ગત એક કિલો લોટ રૂ.૧૯ માં અને એક કિલો ખાંડ રૂ.૩૦ માં મળશે, જ્યારે દરેક પરિવારને ૫૦૦ ગ્રામ સોજી પણ પૂરી પાડવામાં આવશે.
સરકારના જણાવ્યા અનુસાર આ યોજનાનો સીધો લાભ રાજ્યના આશરે બે કરોડ જરૂરિયાતમંદ પરિવારોને મળશે, અને આ માટે લોટ તથા ખાંડની ખરીદીની ટેન્ડર પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે સોજી માટેની ટેન્ડર પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેને દુર્ગા પૂજાના પાવન અવસર પર રાશન સિસ્ટમ દ્વારા વહેંચવામાં આવશે.
અગાઉ પણ તહેવારોની મોસમી માંગને ધ્યાનમાં રાખીને જનતાને આર્થિક રાહત આપવા માટે સરકારો દ્વારા આવા રાહત પેકેજો જાહેર કરવામાં આવતા રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આ રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવીને સમયસર તમામ લાભાર્થીઓ સુધી સામગ્રી પહોંચાડવા માટે તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવશે.

(12:48 AM IST)