તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
આધાર વિના પણ ઉઠાવી શકાશે સરકારી યોજનાઓનો લાભ
હવે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે માત્ર ‘આધાર કાર્ડ' જ સર્વસ્વ નથી! હવે વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ કે પાસપોર્ટ જેવા અન્ય દસ્તાવેજોથી પણ ઓળખ સાબિત કરી શકાશે

નવી દિલ્હી,તા.૧૪: હવે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે માત્ર 'આધાર કાર્ડ' જ સર્વસ્વ નથી! જો તમારી પાસે આધાર નથી કે પછી ઓનલાઈન વેરિફિકેશન ફેલ જાય છે, તો પણ તમારે સરકારી સેવાઓથી વંચિત રહેવું નહીં પડે. સરકારના એક નવા અને રાહતભર્યા નિર્ણય મુજબ, હવે વેટર આઈડી, ડ્રાઈવિગ લાયસન્સ કે પાસપોર્ટ જેવા અન્ય દસ્તાવેજોથી પણ ઓળખ સાબિત કરી શકાશે.
દિલ્હી સરકાર દ્વારા સરકારી યોજનાઓ અને સેવાઓ અંગે એક મહત્ત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નોટિફિકેશન મુજબ, હવે દિલ્હીમાં નાગરિકોએ સરકારી કામો માટે માત્ર આધાર કાર્ડ પર જ નિર્ભર રહેવું નહીં પડે. જો કોઈ કારણોસર આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય અથવા તેનું ઓનલાઈન વેરિફિકેશન ન થઈ શકે, તો પણ નાગરિકોને સરકારી લાભોથી વંચિત રાખવામાં આવશે નહીં. દિલ્હી સરકારની નવી અધિસૂચના અનુસાર, આધાર કાર્ડ ઉપરાંત વોટર આઈડી કાર્ડ, ડ્રાઈવિગ લાયસન્સ, પાસપોર્ટ કે પછી કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલું અન્ય કોઈપણ ફોટો આઈડી કાર્ડ માન્ય રહેશે.
કોઈપણ નાગરિકની સંમતિ વગર તેનું આધાર વેરિફિકેશન કરી શકાશે નહીં. જો કોઈ નાગરિક આધારનો ઉપયોગ કરવા માંગતો ન હોય અથવા તકનીકી કારણોસર તે શક્ય ન હોય, તો તેને અન્ય દસ્તાવેજો રજૂ કરવાનો પૂરો અધિકાર રહેશે. આ સમગ્ર વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે 'યુનિફાઈડ સિટીઝન ડેટા પ્લેટફોર્મ'નો ઉપયોગ કરવામાં આવશે.
દિલ્હી સરકારનો આ નિર્ણય નાગરિકો માટે ખરેખર એક મોટી અને રાહતરૂપ પહેલ સાબિત થશે. ડિજિટલ યુગમાં ટેક્રોલોજીનો હેતુ નાગરિકોની મુશ્કેલીઓ વધારવાનો નહીં, પરંતુ સરકારી સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. આધાર કાર્ડ અનિવાર્ય ન હોવાના વિકલ્પથી હવે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક ટેક્રિકલ ખામીઓ કે અન્ય કારણોસર સરકારી યોજનાઓના લાભથી વંચિત નહીં રહે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
