<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

એનર્જીના સેક્ટરમાં કોલસાનું ગેસીફિકેશનના ફાયદા યાદ આવ્યા :કોલ ગેસિફિકેશન ઈન્સેન્ટીવસ્કીમને કેન્દ્રની મંજૂરી

પરંપરાગત કોલસાના ઉપયોગની તુલનામાં કાર્બન ઉત્સર્જનને ઓછું કરવામાં સહાયક :સ્થાનિક કોલસા સંશાધનોના મૂલ્યવર્ધિત ઉપયોગને વધારવા તથા આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઓછી કરવા ઉપયોગી થશે

પશ્ચિમ એશિયામાં જે રીતે સંઘર્ષની સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને પગલે સમગ્ર વિશ્વમાં Energy Crisis સર્જાયું છે. ક્રુડ ઓઈલ અને ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સપ્લાઈને લઈ તંગ સ્થિતિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પેટ્રોલ-ડીઝલની બચત માટે નાગરિકોને કાર પૂલિંગ તથા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા તથા વર્ક ફ્રોમ કલ્ચર અપનાવવા કહેવામાં આવ્યું છે.

એનર્જી સપ્લાઈના મોરચે સરકાર અનેક રીતે કામ કરી રહી છે અને આ મુશ્કેલીમાં સરકારે એક મોટી જાહેરાત કરી છે. મંત્રીમંડળે ઊર્જા, કૃષિ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મહત્વની જાહેરાત કરી છે.

હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘરેલુ લેવલ પર ઉત્પાદન થતા કોલસામાંથી ગેસ, યુરિયા તથા રસાયણોના ઉત્પાદનને વધારવા, એનર્જી સિક્યોરિટીને મજબૂતી કરવા તથા આયાત પરની નિર્ભરતા ઓછી કરવાના ઉદ્દેશથી રૂપિયા 37,500 કોલ ગેસીફિકેશન પ્રોત્સાહન યોજનાને મંજૂરી. આ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક કોલસા સંશાધનોના મૂલ્યવર્ધિત ઉપયોગને વધારવા તથા આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઓછી કરવાનો છે
સામાન્ય રીતે એનર્જી મેળવવા માટે કોલસાને સીધા જ સળગાવવામાં આવે છે. પણ કોલ ગેસીકરણમાં કોલસાને સળગાવવાને બદલે એક રસાયણિક પ્રક્રિયા મારફતે ગેસમાં તબદિલ કરવામાં આવે છે. કોલ ગેસીફિકેશનનો અર્થ છે કોલસાને સિન્થેટિક ગેસમાં તબદિલ કરવાની પ્રક્રિયા છે. જેનો ઉપયોગ વૈકલ્પિક ઈંધણ સાથે રસાયણિક તથા પોષક તત્વો માટે કાચામાલ તરીકે રૂપાંતરીત કરવામાં આવે છે. તથા પરંપરાગત કોલસાના ઉપયોગની તુલનામાં કાર્બન ઉત્સર્જનને ઓછું કરવામાં સહાયક છે.

કોલસાને સીધા જ સળગાવવાથી ભારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ અને રખ્યા હવામાં ભળે છે. જોકે ગેસીકરણની પ્રક્રિયામાં સિનગેસનો ઉપયોગ કરતાં પહેલા જ આ અશુદ્ધિઓ ફિલ્ટર કરીને અલગ કરવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે.

(11:59 PM IST)