<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

લોંગ ટર્મ કેપિટલ ગેઇનની ગણતરીમાં મળશે ઈન્‍ડેક્‍સેશનનો લાભ

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સીસ દ્વારા કોસ્‍ટ ઈન્‍ફલેશન ઈન્‍ડેક્‍સ જારીઃ ૨૦૨૬-૨૭ માટે CII 384

નવી દિલ્‍હી,તા.૧૮: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સીસ (સીબીડીટી) દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કોસ્‍ટ ઈન્‍ફલેશન ઈન્‍ડેક્ષ (સીઆઈઆઈ) ૩૮૪ જાહેર કરવામાં આવ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સીઆઈઆઈ૭૩૭૬ હતો. આમ, નવા વર્ષમાં સીઆઈઆઈમાં અંદાજે ૨:૧૩નો વધારો નોંધાયો છે.

જણાવાયું હતું કે લોંગ ટર્મ કેપિટલ એસેટ (જેમ કે જમીન અથવા મકાન) વેચતી વખતે કેપિટલ ગેઇનની ગણતરીમાં ઘ્‍ત્‍ત્‍નો ઉપયોગ કરીને ખરીદીની કિમતને મોંઘવારી અનુસાર વધારી ગણવામાં આવે છે. પરિણામે કરપાત્ર કેપિટલ ગેઇન ઘટે છે અને કરદાતાને રાહત મળે છે. નોંધનીય છે કે ૨૩ જુલાઈ, ૨૦૨૪ પહેલાં ખરીદેલી જમીન અથવા મકાન માટે રહેવાસી વ્‍યક્‍તિને ઇન્‍ડેક્‍સેશનનો લાભ ઉપલબ્‍ધ રહેશે.

જૈનિક વકીલે આ બાબતને ઉદાહરણ આપી સમજાવતાં  જણાવ્‍યું હતું  કે ધારો કે કોઈ વ્‍યક્‍તિએ ૧૮-૧૧-૨૦૦૮ના રોજ એક બિલ્‍ડિંગ ૨૫ લાખમાં ખરીદ્યું હતું અને તે જ બિલ્‍ડિંગ ૨૦-૦૫-૨૦૨૬ના રોજ ૭૫ લાખમાં વેચે છે. આ બન્ને વ્‍યવહારમાં જે  કેપિટલ ગેઇનની ગણતરીમાં ૨૫,૦૦,૦૦૦ સ ૩૮૪  ૧૩૭ = ૭૦,૦૭,૨૯૯ (અહીં ૩૮૪ = નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નો સીઆઈઆઈ અને ૧૩૭ = નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯નો સાઆઈઆઈ) ગણાયો છે.

આમ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ૭૫,૦૦,૦૦૦  ૭૦,૦૭,૨૯૯ = ૪,૯૨,૭૦૧ ગણી શકાય  જેને ૨૦ ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્‍સઃ ૯૮,૫૪૦ (અંદાજે) ગણી શકાય. મહત્ત્વની વાત છે કે સીઆઈઆઈમાં થયેલા વધારાને કારણે ખરીદીની ઇન્‍ડેક્‍સ કિમત વધે છે, જેના પરિણામે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઘટે છે અને કરદાતાની ટેક્‍સની જવાબદારી પણ ઓછી થાય છે. તેથી વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૨૩ જુલાઈ, ૨૦૨૪ પહેલાં ખરીદેલી મિલકતનું વેચાણ કરનાર રહેવાસી વ્‍યક્‍તિઓ માટે આ સુધારો લાભદાયી સાબિત થઈ શકે છે.

(10:36 AM IST)