<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

દેશમાં હાઇ-સ્પીડ રેલ પરિવહનના નવા યુગની શરૂઆત : સમુદ્રની નીચે દેશની પ્રથમ રેલવે ટનલનું ખોદકામ શરૂ

ઠાણે ક્રીક નીચે ટનલ બોરિંગ મશીનથી કામગીરીનો પ્રારંભ: આધુનિક ઇજનેરીનું અનોખું ઉદાહરણ બનશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થયું છે. મહારાષ્ટ્રના ઠાણે ક્રીકની નીચે દેશની પ્રથમ અંડર-સી (સમુદ્રની નીચેની) રેલવે ટનલના ખોદકામ માટે બીજી ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટનલ ભારતના હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સૌથી પડકારજનક અને અદ્યતન ઇજનેરી કામગીરીમાંની એક માનવામાં આવે છે. 

 

આ ટનલનો કુલ લંબાણ આશરે 21 કિલોમીટર છે, જેમાંથી લગભગ 7 કિલોમીટરનો ભાગ ઠાણે ક્રીક વિસ્તાર હેઠળ પસાર થશે. અત્યાધુનિક ટનલ બોરિંગ મશીનો અને આધુનિક સુરક્ષા તકનીકોની મદદથી ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો અનુભવ મળી શકે. 

 

508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે તેમજ દેશમાં હાઇ-સ્પીડ રેલ પરિવહનના નવા યુગની શરૂઆત થશે. 

(12:39 PM IST)