<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

બંગાળમાં મંત્રીમંડળની યાદી બનાવતા પહેલા તેવા 'જેહાદીઓ'ની યાદી તૈયાર કરો : પૂર્વ RAW એજન્ટ લકી બીસ્ટે આપી નવી સરકારને સલાહ

પૂર્વ RAW એજન્ટે સરકારને અનુરોધ કર્યો છે કે જે લોકોએ અત્યાચાર કર્યા છે, તેમને શોધીને સજા આપવી પ્રાથમિકતા હોવી જોઈએ

પશ્ચિમ બંગાળમાં ભજપની સરકાર 9મી મેએ શપથગ્રહણ કરવા જઈ રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓથી લઈન જનતા સુધી લોકોમાં ભાજપ પાસે જુદીજુદી અપેક્ષા છે. આ દરમિયાન ભારતની ગુપ્તચર એજન્સી રૉ (RAW) ના પૂર્વ એજન્ટ લકી બિષ્ટે પણ સરકાર બનાવવા જઈ રહેલી ભાજપ સમક્ષ અલગ માગણી મૂકી છે.

લકી બિષ્ટે ભાજપનું નામ લીધા વગર કહ્યુ છે કે તેમણે (ભાજપે) બંગાળમાં મંત્રીમંડળની યાદી બનાવતા પહેલા જેહાદીઓનું લિસ્ટ તૈયાર કરવું જોઈએ, જેથી બંગાળને 14 વર્ષ સુધી સળગાવનારા લોકોને સજા આપી શકાય.

પૂર્વ રૉ એજન્ટ લકી બિષ્ટે વીડિયોમાં કહ્યુ છે કે બંગાળની અંદ જલ્દીથી એક નવી સરકાર બનવા જઈ રહી છે. લોકોએ તમને ખૂબ પ્રેમ આપ્યો, પૂર્ણ બહુમતી આપી તમને જીતાડયા. ઘણી જલ્દી તમારા મંત્રીમંડળનું લિસ્ટ બનશે, પરંતુ મારું એક નિવેદન છે કે મંત્રીમંડળની યાદી બનાવતા પહેલા એ જેહાદીઓનું લિસ્ટ જરૂર બનાવી લેજો, જેમણે 14 વર્ષ 349 દિવસ સુધી આખા બંગાળને સળગાવ્યું. કેવી રીતે આ લોકોએ માસૂમ લોકોને ઘરોમાંથી કાઢીને ગોળી મારી. મહિલાઓ સાથે રેપ કર્યા. તો આ નવી સરકારને એક નિવેદન કે એ લોકો એ જેહાદીઓને તેમની યોગ્ય જગ્યાએ જરૂર પહોંચાડે.

મહત્ત્વપૂર્ણ છે કે 294 બેઠકોવાળા પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપ બહુમતીના જાદૂઈ આંકડાથી ઘણી આગળ પહોંચી ચુકી છે. ભાજપને બંગાળમાં 206 બેઠકો મળી છે, જે બહુમતીના મેજિક ફિગર 148થી ઘણી વધારે છે. ગત 15 વર્ષો સુધી બંગાળની સત્તામાંરહેલી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી આ વખતે 80 બેઠકોમાં સમેટાઈ ગઈ. કોંગ્રેસની સ્થિતિ તો આ રાજ્યમાં વધુ ખરાબ છે. કોંગ્રેસને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં માત્ર 2 બેઠકો મળી છે.

(2:08 PM IST)