તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
બેવફા ઘરવાળીઃ પોલીસ સ્ટેશન સામે બે બાળકોને છોડી મહિલા પ્રેમી સાથે ભાગી ગઈ, ૨૨ લાખના દાગીના પણ લેતી ગઈ
બિહારના છપરામાં કળિયુગી માની કરતૂત જોવા મળી : બાળકો પિતાને સોંપી દીધા

છપરા તા.૩૦: બિહારના છપરામાં કળિયુગી માની કરતૂત જોવા મળી છે. જ્યાં મહિલાએ પોતાના બંને બાળકોને લાવારિસ છોડી દીધા હતા. ત્યાર બાદ આશિક સાથે ભાગી ગઈ હતી. બાળકો પિતાને સોંપી દીધા છે. પતિનો આરોપ છે કે ઘરમાંથી ૨૨ લાખ રુપિયાની કિંમતના દાગીના પણ લઈ ગઈ છે. પિતાએ જ્યારે બાળકોને હેમખેમ જોયા તો ભાવુક થઈ ગયા. સાથે જ તેમણે પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા છે.
મહિલા છપરા જંક્શન પર ટ્રેનમાંથી ઉતર્યા બાદ ઓટોમાંથી બંને બાળકો સાથે માંઝીના બલિયા વળાંક પહોંચી હતી. આરોપ છે કે ત્યાં તે બાળકોને મૂકીને જતી રહી. આજુબાજુના લોકો અને ઓટો ચાલકને તેની સૂચના પોલીસને આપી દીધી. ત્યાર બાદ માંઝી પોલીસે બંને બાળકોને પોતાના કબજામાં લીધા અને તેમના પરિવારને આના વિશે જાણકારી આપી.
બાળકોના પિતા અમિત સિંહ, બલિયા જિલ્લાના પાંડેયપુરના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, તેમના લગ્ન લગભગ છ વર્ષ પહેલા સિવાન જિલ્લાના રઘુનાથપુર પ્રખંડના નવાદા ગામની રહેવાસી યુવતી સાથે થયા હતા. અમિતનો આરોપ છે કે તેની પત્ની ઘરમાંથી લગભગ ૨૨ લાખ રુપિયાના દાગીના લઈને પ્રેમી સાથે ભાગી ગઈ છે.
માંઝી પોલીસ સ્ટેશન પહોંચતા અમિત સિંહે પોતાના બંને બાળકોને હેમખેમ જોયા. ત્યાર બાદ પોલીસે બંને બાળકોને તેમના પિતાને સોંપી દીધા. ઘટના બાદ વિસ્તારમાં આ મામલાની ચર્ચા થઈ રહી છે. પોલીસે આખા પ્રકરણની તપાસ કરી રહી છે. તપાસ બાદ મહિલા કેમ ભાગી અને દાગીના છે કે નહીં તેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
