<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

તૈયારી રાખજો બાપલિયાઃ મે મહિનો તો જેમ તેમ કરીને નીકળી ગયોઃ અસલી ગરમી તો જૂનમાં પડશે

આ વર્ષે ગરમી જલદી પીછો છોડશે નહીં. ખેતરથી લઈને વીજળી ઉત્‍પાદન અને પેયજળ સંકટ સુધી, કેટલાય મોરચા પર મુશ્‍કેલી વધવાની છે

દેશમાં જૂનનો મહિનો આવતા જ મોટા ભાગે લોકો આકાશ સામે મીટ માંડીને બેસી જાય છે. ખેડૂતો ખેતીની તૈયારી શરુ કરી દેતા હોય છે. શહેરોમાં લોકો ગરમીથી રાહતની આશા રાખતા હોય છે. પણ આ વખતે ચોમાસાને લઈ જે તસવીર સામે આવી છે, તેણે લોકોની ચિતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ સ્‍પષ્ટ સંકેત આપ્‍યા છે કે જૂન ૨૦૨૬માં દેશના મોટા ભાગના વિસ્‍તારમાં સામાન્‍યથી ઓછો વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં આખા દક્ષિણ-પヘમિ ચોમાસા સિઝન દરમ્‍યાન પણ વરસાદ Long Period ખ્‍રુફૂર્શ્વીફિંૂ એટલે કે LPAના ખાલી ૯૦ ટકા સુધી રહેવાનું અનુમાન છે.તેનો મતલબ એવો થાય છે કે આ વર્ષે ગરમી જલદી પીછો છોડશે નહીં. ખેતરથી લઈને વીજળી ઉત્‍પાદન અને પેયજળ સંકટ સુધી, કેટલાય મોરચા પર મુશ્‍કેલી વધવાની છે. સૌથી વધારે ચિતા એ વાતની છે કે ઉત્તર-પヘમિ, મધ્‍ય અને દક્ષિણ ભારતના મોટા ભાગમાં ચોમાસું નબળું રહી શકે છે.

આઈએમડીની આ ચેતવણી એવા સમયે આવી છે, જ્‍યારે દેશ પહેલાથી ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા રાજ્‍યોમાં તાપમાન સતત રેકોર્ડ તોડી રહ્યું છે. હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્‍થિતિ વિકસિત થઈ રહી છે, જેની સીધી અસર ભારતીય ચોમાસા પર પડી શકે છે. અલ નીનો મોટા ભાગે સમુદ્રી તાપમાન વધારે છે અને ભારતમાં વરસાદને નબળો પાડે છે

જૂન મહિનામાં દેશના મોટા ભાગના વિસ્‍તારમાં તાપમાન સામાન્‍ય કરતા વધારે રહેવાની સંભાવના છે. આઈએમડીના જણાવ્‍યા અનુસાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં સામાન્‍યથી વધારે હીટવેવવાળા દિવસો જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશના અમુક ભાગમાં પણ લૂની અસર વધી શકે છે. એટલે કે વરસાદ ઓછો અને ગરમી વધારે રહેવાનો ખતરો એક સાથે મંડરાઈ રહ્યો છે.

 

 

(10:12 AM IST)