તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
આદ્યશક્તિનાં પૂજન સાથે તેલંગાણામાં બાથુકામ્માની ઉજવણી...

તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં નવ દિવસના બાથુકામ્મા તહેવાર દરમિયાન પ્રકૃતિ અને મા શક્તિનું પૂજન કરવામાં આવે છે. રંગબેરંગી ફૂલોના 'બાથુકામ્મા' ફરતે મહિલાઓ અમાસથી દુર્ગાષ્ટમર્મો સુધીના નવ દિવસમાં વિવિધ પૂજન અને નૈવેધ અર્પણ કરે છે. જીવનમાં મા પાર્વતીના આશીર્વાદનું આગમન થાય અને પ્રકૃતિની કૃપા રહે તેવી કામના સાથે આ તહેવાર ઉજવાય છે. પરિણીત મહિલાઓ ખાસ આ તહેવાર માટે પોતાના પિયર આવે છે અને મા આદ્યશક્તિની નવ દિવસ આરાધના કરે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
