<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બાટાને કેરી બેગનો ૬ રૂપિયા ચાર્જ વસુલવો મોંઘો પડયો

ગ્રાહક પંચે ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો

નવી દિલ્‍હી,તા.૧૮: દેશમાં સામાન્‍ય રીતે શોપિગ દરમિયાન દુકાનદાર  ગ્રાહકો પાસેથી કેરી બેગનો ચાર્જ વસૂલ કરે  છે. જોકે, જાણીતી ફૂટવેર બ્રાંડ બાટા ઈન્‍ડિયાને એક મહિલા ગ્રાહક પાસેથી પેપર કેરી બેગનો ૬ રૂપિયા ચાર્જ વસૂલ કરવો મોંધો પડ્‍યો છે. જેમાં ગ્રાહક તકરાર નિવારણ પંચે ગ્રાહકને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.  તેમજ દક્ષિણ દિલ્‍હી જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ૨૦૨૩ માં દાખલ કરાયેલી ફરિયાદ પર કંપનીને ઠપકો આપ્‍યો હતો.

આ સમગ્ર કેસની વિગત મુજબ દક્ષિણ દિલ્‍હી જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ પંચે  દિલ્‍હીની રહેવાસી પ્રીતિ અગ્રવાલની તરફેણમાં ચુકાદો આપ્‍યો છે. તેમણે  આરોપ લગાવ્‍યો હતો કે તેમણે  વર્ષ ૨૦૨૩માં બાટા સ્‍ટોરમાંથી રૂપિયા ૧,૪૯૯ ના જૂતા ખરીદ્યા ત્‍યારે તેની પાસેથી કેરી બેગ માટે કોઇ પણ નોટિસ વિના વધારાની ફી વસૂલ કરી હતી.

ફરિયાદ મુજબ, પ્રીતિ અગ્રવાલને બિલિગ કાઉન્‍ટર પર પહોંચ્‍યા પછી જ રૂપિયા ૬ ના વધારાના ચાર્જ વિશે જાણ થઈ. તેમણે દલીલ કરી હતી કે સ્‍ટોરની અંદર ક્‍યાંય પણ એવી કોઈ નોટિસ પ્રદર્શિત કરવામાં આવી ન હતી.  જેમાં ગ્રાહકોને જણાવવામાં આવ્‍યું હોય કે તેઓએ કેરી બેગ માટે અલગથી ચૂકવણી કરવી પડશે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે ખરીદી કર્યા પછી ગ્રાહકો પાસેથી હાથમાં શૂ બોક્‍સ લઈ જવાની અપેક્ષા રાખી શકાતી નથી.

આ અંગે ગ્રાહક પંચે  જણાવ્‍યું કે  રિટેલર્સને સાદા, અનબ્રાન્‍ડેડ કેરી બેગ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાની કાયદેસર રીતે પરવાનગી છે. ત્‍યારે ગ્રાહકોને દુકાનની અંદર  નોટિસ દ્વારા અગાઉથી જાણ કરવી આવશ્‍યક છે. ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા ફોટોગ્રાફસની તપાસ કર્યા બાદ  કમિશનને  સ્‍ટોર પર આવી કોઈ નોટિસ  મળી નથી.

ગ્રાહક પંચે જણાવ્‍યું હતું કે નોટિસના અભાવે ગ્રાહકને ખરીદી પૂર્ણ કરતા પહેલા નિર્ણય લેવાની તક મળી ન હતી.  તેમજ પંચે  ઓર્ડર આપતી વખતે નોંધ્‍યું હતું કે બાટા મફતમાં કેરી બેગ પૂરી પાડવા માટે બંધાયેલ ન હોવા છતાં  તે કેરી બેગના ભાવ દર્શાવવા અંગે NCDRCના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્‍ફળ ગયું છે.

 

(10:40 AM IST)