તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
બ્રિટનમાં દુષ્કાળથી જવનો પાક બરબાદ! બીયર-વ્હિસ્કી ઉદ્યોગ પર મોટું સંકટ
જવ એ માત્ર પશુ આહાર કે ખાદ્ય ખોરાક જ નથી, પરંતુ તે બિયર અને વ્હિસ્કી બનાવવા માટે વપરાતા માલ્ટનો મુખ્ય કાચો માલ છે

બ્રિટનમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી અને દુષ્કાળના કારણે કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ટેલિજન્સ યુનિટ અને એગ્રીકલ્ચર એન્ડ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ બોર્ડના અહેવાલ મુજબ, જવ, ઘઉં અને ઓટ્સ જેવા મહત્વપૂર્ણ પાકોને સૌથી વધુ અસર થઈ છે. પ્રારંભિક આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૬ નો પાક ૧૯૮૪ પછીનો સૌથી ખરાબ પાક સાબિત થઈ શકે છે.
યુકે મેટ ઓફિસના ડેટા અનુસાર, ઇંગ્લેન્ડમાં જૂન મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો, જ્યારે જુલાઈ મહિનો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી સૂકો જુલાઈ મહિનો સાબિત થયો હતો. આટલી સખત ગરમી અને નહિવત્ વરસાદના કારણે ખેતરોમાં પાકનો વિકાસ અટકી ગયો છે.
મહત્વનું છે કે જવ એ માત્ર પશુ આહાર કે ખાદ્ય ખોરાક જ નથી, પરંતુ તે બિયર અને વ્હિસ્કી બનાવવા માટે વપરાતા માલ્ટનો મુખ્ય કાચો માલ છે. પાકનું ઉત્પાદન ઘટવાને કારણે આ ડ્રિક્સ બનાવતી કંપનીઓ માટે કાચો માલ મોંઘો થઈ શકે છે, જેનાથી ઉત્પાદન ખર્ચ વધવાની પૂરી સંભાવના છે.
આ પ્રતિકૂળ વાતાવરણને કારણે યુકેના અનાજ અને તેલીબિયાંના ઉત્પાદનમાં આશરે ૨.૫ મિલિયન મેટ્રિક ટનનો ઘટાડો થઈ શકે છે. આનાથી બ્રિટિશ ખેડૂતોને આશરે ૩૯૦ મિલિયન પાઉન્ડ (઼૫૨૪ મિલિયન) નું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નિષ્ણાતોના મતે, આબોહવા પરિવર્તનની અસરો સામે લડવા માટે પાણીનું યોગ્ય સંચાલન અને નવી કૃષિ યોજનાઓ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
