News of Thursday, 16th April 2026
ફાસ્ટેગ જારી કરનારી બેન્કો વાહનોના રજિ.નંબરની કાયદેસરતા ચકાસેઃNHAI
ખોટા અથવા અમાન્ય ફાસ્ટેગને તાત્કાલિક બ્લોક કરવા આદેશ

નવી દિલ્હી,તા.૧૬: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ ફાસ્ટેગ જારી કરનારી તમામ બેન્કોને તેમના દ્વારા જારી કરાયેલા તમામ ફાસ્ટેગના વાહનોના રજિસ્ટ્રેશન નંબરની કાયદેસરતાની
તાત્કાલિક પુષ્ટી કરવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, ખોટાં અથવા અમાન્ય વેહિકલ રજિસ્ટ્રેશન નંબર સાથે લિન્ક કરાયેલાં ફાસ્ટેગ્સને તાત્કાલિક બ્લોક કરવા આદેશ આપ્યો છે.
ફાસ્ટેગ રિડર્સ દ્વારા કેપ્ચર કરાતા વાહનોના રજિસ્ટ્રેશન નંબર (વીઆરએન) વાહનની નંબર પ્લેટ પર દર્શાવાયેલા વાસ્તવિક રજિસ્ટ્રેશન નંબર સાથે મેળ નહીં ખાતા હોવા અંગે મળેલી સંખ્યાબંધ ફરિયાદોને પગલે એનએચએઆઈએ આ આદેશ જારી કર્યો હતો. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, આ પ્રકારની વિસંગતતાઓથી નિયમોનું ઉલ્લંઘન થવાની તથા તેના કારણે સરકારની આવક પર માઠી અસર થવાનું જોખમ રહેલું છે. એટલું જ નહીં પરંતુ આમ કરનાર વ્યક્તિ સામે મોટર વેહિકલ એક્ટ, ૧૯૮૮ની જોગવાઈઓ હેઠળ દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે.
આ નિર્ણયને પગલે ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ઈટીસી)ના ડેટાની ચોકસાઈ અને વિશ્વસનીયતામાં વધારો થશે. એનએચએઆઈએના જણાવ્યાં અનુસાર, આગામી સમયમાં અમલી બનાનારી ટેક્રોલોજી આધારિત મલ્ટિ-લેન ફ્રી ફલો (એમએલએફએફ) ટોલિગ જેવી આધુનિક વ્યવસ્થા માટે વીઆરએન અને ફાસ્ટેગના ડેટા એકબીજા સાથે મેળ ખાય તે અત્યંત જરૂરી છે.
એનએચએઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, વાહનો પરના રજિસ્ટ્રેશન નંબર અને ફાસ્ટેગ પરના રજિસ્ટ્રેશન નંબરની આ વિસંગતતાઓ મુખ્યત્વે, વાહન ડેટાબેઝ સાથેના જોડાણ પૂર્વે જારી કરાયેલાં ફાસ્ટેગમાં જ જોવા મળી છે
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
