તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
૩ દિવસ કર્મીઓની હડતાળ હોઈ બેંકોએ ખાતેદારોને ખાસ એલર્ટ કર્યા
પાંચ દિવસના બેંકિગની માગણીના ટેકામાં ૨૮મીથી ૩૦મી સુધી હડતાળ : એટીએમનો ઉપયોગ કરવા, યુપીઆઈ અને મોબાઇલ બેંકિગનો અનુરોધ રવિવારે જાહેરક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો કાર્યરત રહેશે

મુંબઇ તા.૨૫: દેશમાં આગામી તા.૨૮મીથી તા.૩૦ સુધી એટલે કે ૩ દિવસ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના એલાનથી કર્મચારીઓ-અધિકારીઓ હડતાળ ઉપર ઉતરનાર છે ત્યારે વિવિધ બેંકોએ તેમના ખાતેદારોને એલર્ટ કર્યા છે. આ અંગેના એસએમએસ, વોટ્સ એપ સંદેશાઓ પણ ખાતેદારોને મોકલીને બેંકિગ કામગીરી સમયસર પૂરી કરવા જણાવ્યું છે.
આગામી તા. ૨૯મીએ ચોથા શનિવારની રજા છે. તા.૨૭મીએ રવિવારની રજા છે પણ બેંકિગ સેકટરમાં સતત ત્રણ દિવસ હડતાળ હોઈ ખાસ કિસ્સામાં રવિવારના રોજ તમામ જાહેરક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ચાલુ રહેશે. નાણાં મંત્રાલય અને આરબીઆઈએ આ અંગેની ગઇકાલે જ જાહેરાત કરી દીધી છે.
સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક સહિતની બેંકોએ તેમના ખાતેદારોને મોકલેલા સંદેશામાં જણાવ્યું છેકે, તમારા મહત્વના બેંકિગ વ્યવહારો આ હડતાળ પૂર્વે પૂર્ણ કરો. આ ઉપરાંત એટીએમનો ઉપયોગ કરવો, ઇન્ટરનેટ બેંકિગ, યુપીઆઈ અને મોબાઈલ બેકિગનો ઉપયોગ કરવો. કસ્ટમર સર્વિસ પોઈન્ટનો ઉપયોગ કરવો.
બેંક કર્મચારીઓ તથા અધિકારીઓએ પાંચ દિવસના સપ્તાહની મુખ્ય માગણીના ટેકામાં હડતાળનું એલાન આપ્યું છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ બેંકો માટે હાફ ઇયરલી ક્લોઝિગનું મહત્વ હોય છે. કર્મચારીઓ, અધિકારીઓની હડતાળના પગલે આ ક્લોઝિગને અસર પડી શકે તેમ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
