<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

બેંક કર્મચારીઓના પગારમાં થશે વધારો: સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો જૂન મહિનાથી તમારા ખિસ્સામાં કેટલા વધુ રૂપિયા આવશે!

DA 25% થી વધીને 25.70% થયો; નવા ફેરફાર મુજબ સ્કેલ મુજબ કર્મચારીઓના માસિક વેતનમાં ₹1,000 સુધીનો થશે ફાયદો

રાજકોટ: બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારત સરકારે ૧ મે ૨૦૨૬ થી બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે આ વખતે વધારો ઘણો મર્યાદિત છે, પરંતુ તેની સીધી અસર કર્મચારીઓના માસિક પગાર પર જોવા મળશે. આ નવું ભથ્થું જુલાઈ ૨૦૨૬ ના પગારથી લાગુ કરવામાં આવશે, જે ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળાના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ના આંકડાઓ પર આધારિત છે.
ભથ્થામાં કેટલો થયો વધારો?
તાજેતરના નિર્ણય મુજબ, બેંક કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૨૫% થી વધારીને ૨૫.૭૦% કરવામાં આવ્યું છે. એટલે કે કુલ ૦.૭૦% નો વધારો નોંધાયો છે. બેંકિંગમાં DA ની ગણતરી બેઝિક સેલેરી પર કરવામાં આવતી હોવાથી, આ સામાન્ય દેખાતો વધારો પણ પગારમાં નોંધપાત્ર ફેરફાર લાવે છે. ખાસ કરીને સિનિયર સ્કેલના કર્મચારીઓને આનો વધુ લાભ મળશે.
પગાર પર કેવી પડશે અસર? (અંદાજિત આંકડા)
DA માં થયેલા આ વધારાને કારણે કર્મચારીઓના હાથમાં આવતા પગારમાં (In-hand Salary) દર મહિને ₹૬૦૦ થી લઈને ₹૧,૦૦૦ સુધીનો વધારો થઈ શકે છે. પગાર ધોરણ મુજબ અંદાજિત વધારો નીચે મુજબ છે:
•    સ્કેલ I (સ્ટેજ 10): જેનો બેઝિક પગાર ₹૬૭,૧૬૦ છે, તેમના પગારમાં દર મહિને આશરે ₹૬૦૦ નો વધારો થશે.
•    સ્કેલ I (સ્ટેજ 15): ₹૮૦,૫૬૦ ના બેઝિક પગાર પર આશરે ₹૭૧૯ નો ફાયદો થશે.
•    સ્કેલ II-III (સિનિયર સ્તર): જેમનો બેઝિક પગાર ₹૧,૧૭,૨૦૦ છે, તેમના માસિક વેતનમાં અંદાજે ₹૧,૦૫૮ નો વધારો જોવા મળશે.
મોંઘવારી સામે આંશિક રાહત
દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી વચ્ચે બેંક કર્મચારીઓ માટે આ વધારો ભલે નાનો હોય, પરંતુ તે આર્થિક રીતે ટેકો પૂરો પાડશે. બેંક યુનિયનો દ્વારા લાંબા સમયથી પગાર વધારા અને ભથ્થાઓ અંગેની માંગણીઓ કરવામાં આવતી હોય છે, ત્યારે સરકારનો આ નિર્ણય કર્મચારીઓના મનોબળને વધારનારો સાબિત થશે. આગામી દિવસોમાં અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર થવાની શક્યતાને લઈને બેંકિંગ આલમમાં આશાવાદ જોવા મળી રહ્યો છે.

(11:55 PM IST)