તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ ભાગીદારી થકી ફીચર ફોન માટે ‘બોબ વર્લ્ડ લાઇટ' એપ લોન્ચ કરી, ભારતમાં ડિજિટલ સમાવેશને વેગ મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ આજે ‘બોબ વર્લ્ડ લાઇટ' લોન્ચ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે, જિયોફોન પ્રાઇમા ૪ઞ્ ડિવાઇસ પર ઉપલબ્ધ આ એપ્લિકેશન ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવેલી પ્રથમ વ્યાપક મોબાઈલ બેંકિગ એપ છે. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વસમાવેશક અભિગમને પ્રોત્સાહન આપવા અને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે ડિજિટલ પેમેન્ટ્સ સુલભ બનાવવાના વિઝનને અનુરૂપ આ ક્ષેત્રની પ્રથમ પહેલ દેશભરના કરોડો લોકો સુધી અડચણ વગરની અને વ્યાપક ડિજિટલ બેંકિગ સેવાઓ પહોંચાડશે. આ એપ બેંક ઓફ બરોડાના વર્તમાન ગ્રાહકો તેમજ અન્ય કોઈપણ બેંકના ગ્રાહકો માટે એક સરળ અને અનુકૂળ જાતે ઉપયોગમાં લઈ શકે તેવી પ્રક્રિયા થકી ઉપલબ્ધ થશે.
આ ભાગીદારી વિશે વાત કરતા, બેંક ઓફ બરોડાના મેનેજિગ ડિરેક્ટર અને CEO ડો. દેબદત્ત ચંદે જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડામાં ડિજિટલ સમાવેશીકરણને વેગ આપવો એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહી છે. હાલમાં બોબ વર્લ્ડ મોબાઈલ બેંકિગ રિટેલ ગ્રાહકોને સેવા આપે છે અને બોબ વર્લ્ડ બિઝનેસ મર્ચન્ટ્સ, એસ.એમ.ઇ. અને કોર્પોરેટ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. બોબ વર્લ્ડ લાઇટ લોન્ચ કરવા માટે જિયો સાથેની અમારી ભાગીદારી એ સ્માર્ટફોન ઇકોસિસ્ટમની બહાર ડિજિટલ બેંકિગનો વિસ્તાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતમાં ફીચર ફોન વપરાશકર્તાઓના વિશાળ અને વધતા જતા આધાર સાથે આ પહેલ ડિજિટલ ભેદભાવને ઘટાડવામાં મદદ કરવાની સાથે સરળ, સુરક્ષિત અને ગમે ત્યારે બેંકિગની સુવિધા સક્ષમ બનાવે છે. આ પહેલ અમને વિશાળ ગ્રાહક આધાર સાથે જોડાવાની તકો પણ પૂરી પાડે છે, જે સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
આ ભાગીદારી અંગે બોલતા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના પ્રેસિડેન્ટ ડો. (માનદ) સુનીલ દત્તે જણાવ્યું હતું કે, જિયોમાં અમારું ધ્યાન હંમેશા દરેક ભારતીય સુધી ડિજિટલ સેવાઓની પહોંચ વિસ્તારવા પર રહ્યું છે, જેમાં વ્યાપક સ્તર અને પરવડે તેવી કિમત કેન્દ્રસ્થાને છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
