News of Friday, 26th June 2026
બાંગ્લાદેશનો ભારતને ઝટકોઃ ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન હવે ડ્રેગનના હવાલે
ચીનની નવી ચાલ

નવી દિલ્હી, તા.૨૬: દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજકારણમાં ભારત માટે એક અત્યંત ચિંતાજનક અને મોટો આંચકો આપનારા સમાચાર સામે આવ્યા છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશે તેની ધરતી પર પ્રસ્તાવિત ‘ઇન્ડિયન ઇકોનોમિક ઝોન' માટેની જમીન આંચકીને સત્તાવાર રીતે ચીનને સોંપી દીધી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની હાલની ચીન મુલાકાત દરમિયાન બેઇજિંગ ખાતે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ એવા ‘મુંગલા પોર્ટ'ને લઈને એક મોટો સંરક્ષણ અને આર્થિક કરાર કરવામાં આવ્યો છે. આ હિલચાલને કારણે હિંદ મહાસાગર અને ભારતના દરિયાઈ સીમાડા નજીક ચીનની સૈન્ય અને વ્યાપારી પહોંચ વધુ મજબૂત બનશે, જે નવી દિલ્હીની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો પડકાર ઉભો કરી શકે છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
