<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને ભારત ઉપર ગંભીર આક્ષેપો કર્યા : રાજકીય સંબંધોમાં ફરી તણાવ

શેખ હસીનાના સમર્થકોના હિંસક દેખાવો વચ્ચે સરહદપારના દેશ ઉપર કાવતરાનો આરોપ : અનેક જિલ્લામાં બોમ્બ વિસ્ફોટોના અહેવાલ

ઢાકા : બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સમર્થકોના વિરોધ પ્રદર્શન અને હિંસક ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન તારિક રહેમાને ભારત તરફ પરોક્ષ ઇશારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે.

૧૯ નવેમ્બરે લાલમોનીરહાટ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન રહેમાને જણાવ્યું હતું કે દેશ છોડીને ભાગી ગયેલા નેતાઓ સરહદપારના પોતાના આશ્રયદાતાઓને ખુશ કરવા બાંગ્લાદેશ વિરુદ્ધ કાવતરાં કરી રહ્યા છે. તેમણે ભારતનું નામ સીધું લીધું નહોતું.

અવામી લીગ દ્વારા અપાયેલા બંધના એલાનને દેશના દક્ષિણ વિસ્તારોમાં વધુ પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં મિશ્ર અસર જોવા મળી હતી.

હિંસક ઘટનાઓમાં સત્તાધારી પક્ષના બે કાર્યકરોના મૃત્યુ થયા હતા. છ જિલ્લામાં દેશી બોમ્બ વિસ્ફોટોના અહેવાલ મળ્યા હતા. વાહનોને આગ ચાંપવાની અને દુકાનોમાં તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ હતી.

હસીનાના ભારતમાંથી પ્રત્યાર્પણનો મુદ્દો બંને દેશો વચ્ચે તણાવનું મુખ્ય કારણ બન્યો છે. ભારત ઉપરના આક્ષેપો અંગે ભારત સરકારનો તાત્કાલિક પ્રતિભાવ ઉપલબ્ધ નહોતો. 

(11:40 AM IST)