News of Tuesday, 21st July 2026
ટ્રેનના AC કોચમાં પણ સામાન સલામત નથી
પર્સમાં રાખેલાં PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો પણ ચોરાઈ ગયા : ગોવાથી પાછી આવી રહેલી વાપીની મહિલાની બેગ ચોરાઈ, ૨,૩૯,૯૦૦ રૂપિયાની મતા ગુમાવી

પણજી તા.૨૧: મડગાવ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનના ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં પ્રવાસ કરતાં ૫૪ વર્ષનાં ઝવેરબહેન ભાવસારની પનવેલ રેલવે-સ્ટેશન નજીકથી ૨,૩૯,૯૦૦ રૂપિયાની માલમતા રાખેલી બેગ ચોરાઈ હોવાની ફરિયાદ રવિવારે પનવેલ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોંધાઈ છે. વાપીના દમણ રોડ પર રહેતાં ઝવેરબહેન પતિ કેતન ભાવસાર સાથે ગોવાથી પોતાના ઘરે વાપી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મધરાત પછી ચોરે ટૂ ટાયર ખ્ઘ્ કોચમાં પ્રવેશીને તેમના માથા પાસે રાખેલું લાલ રંગનું હેન્ડપર્સ ચોરી લીધું હતું. આ ઘટનાએ ફરી એક વાર ટ્રેનમાં સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે.
કેતન ભાવસારે કહ્યું હતું કે ‘અમે વેકેશન માટે ગોવા ગયાં હતાં. ત્યાંથી મડગાવ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં વાપી પાછાં ફરી રહ્યાં હતાં રાતે રત્નાગિરિ સ્ટેશનથી ટ્રેન છૂટ્યા બાદ અમે જમીને સૂઈ ગયાં હતાં. ઝવેરની આંખ ખૂલી ત્યારે તેણે પોતાના માથા નીચે રાખેલી બેગ ગાયબ જોઈ હતી. વધુ તપાસ કરવા અને મદદ માટે મેં પોલીસ અને વ્ઘ્ને શોધવાની કોશિશ કરી ત્યારે ચારથી પાંચ ડબ્બા સુધી બન્નેમાંથી કોઈ મને મળ્યું નહોતું. એટલું જ નહીં, મારા કોચની બન્ને બાજુના દરવાજા ખુલ્લા હતા એટલે મને ખાતરી થઈ હતી કે ચોરે કોચની અંદર પ્રવેશીને ચોરી કરી હશે.
ચોરી થયેલા લાલ હેન્ડપર્સમાં ૫૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન, ૭૪,૦૦૦ રૂપિયા રોકડા, એપલની સ્માર્ટવોચ, અન્ય એક સિટિઝન ઘડિયાળ તેમ જ ચશ્માં અને ચાર્જર સહિત કુલ ૨,૩૯,૯૦૦ રૂપિયાની માલમતા હતી. આ ઉપરાંત પર્સમાં રાખેલાં ઝવેરનું અને મારું PAN કાર્ડ, ડ્રાઇવિગ લાઇસન્સ અને આધાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો પણ ચોરાઈ ગયા હતા.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
