તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
યુદ્ધની માઠી અસરઃ હવે આના ભાવમાં પણ ૨૦થી ૩૦ ટકાનો વધારો થશે
માર્કેટમાં અછત ર્સય તેવી શક્યતા

નવી દિલ્હી,તા.૨૩: ઈરાન અને સંયુક્ત રાજ્ય અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ઝપટમાં હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાના એ ખૂણા સાથે પહોંચી ગઈ છે, જેની કલ્પના કદાચ ભાગ્યે જ કોઈએ કરી હશે. તેલની કિમતો અને શેર બજારમાં ઉથલ-પાથલ બાદ હવે કોન્ડોમ જેવી પાયાની જરૂરિયાતો પણ મોંઘી થવાનો ખતરો વધી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી કોન્ડોમ બનાવતી કંપની કારેક્સે સ્પષ્ટ કરી દીધું છે કે સપ્લાય ચેનમાં આવી રહેલી અડચણોના કારણે હવે કોન્ડોમની કિમતો ૨૦થી ૩૦ ટકા સુધી વધી શકે છે.
મલેશિયામાં આવેલી કોરેક્સ દુનિયાના કોન્ડોમ બજારનો એક મોટો ભાગ નિયંત્રિત કરે છે. આ કંપની દર વર્ષે ૫ અબજથી વધારે કોન્ડોમનું ઉત્પાદન કરે છે અને ડ્યૂરેક્સ તથા ટ્રોઝન જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની મુખ્ય સપ્લાયર છે. આ ઉપરાંત આ કંપની બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ અને સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક સહાયતા કાર્યક્રમોને પણ મોટા પાયે સપ્લાય કરે છે.
કંપનીના સીઈઓ ગો મિયા કિયાટે વૈશ્વિક સ્થિતિ પર ચિતા વ્યક્ત કરતા કહ્યું કે, વર્તમાન સ્થિતિ નિヘતિ રીતે ખૂબ જ નાજુક છે અને કિમતો સતત વધી રહી છે. અમારી પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી અને અમે વધેલા ખર્ચાનો બોજ ગ્રાહકો પર નાખવો જ પડશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવના કારણે ઊર્જા અને પેટ્રોકેમિકલ પ્રવાહમાં જે અડચણ આવી છે, તેણે કોન્ડોમ નિર્માણમાં ઉપયોગ થનારા કાચા માલની ખરીદીને અસ્તવ્યસ્ત કરી દીધી છે.
ગો મિયાટના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના અંતમાં સંઘર્ષ શરુ થયા બાદથી કોન્ડોમ બનાવવામાં ઉપયોગ થનારા સિથેટિક રબર, નાઈટ્રાઈલ, લુબ્રિકેંટ માટે જરૂરી સિલિકોન ઓયલ અને પેકેજિગ માટે ઉપયોગ થનારી એલ્યુમિનિયમ ફોયલની કિમતોમાં વધારો જોવા મળ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે શિપિગમાં મોડું થવાના કારણે જે માલ પહેલા એક મહિનામાં પહોંચી જતો હતો, તેને હવે અમેરિકા અને યુરોપ સુધી પહોંચવામાં બે મહિના લાગી રહ્યા છે.
આ સમગ્ર સ્થિતિની વચ્ચે એક ચોંકાવનારો ટ્રેન્ડ એ પણ છે કે કોન્ડોમની માગમાં લગભગ ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે. અર્થશાષની દ્રષ્ટિથી જોવા જઈએ તો, કોન્ડોમને રિસેશન પ્રૂફ પ્રોડક્ટ માનવામાં આવે છે. યુદ્ધ અથવા આર્થિક મંદી દરમ્યાન લોકો મોટા ભાગે પરિવાર નિયોજનને લઈને વધારે ગંભીર થઈ જાય છે, જેથી ભવિષ્યમાં અણગમતા ખર્ચાને રોકી શકાય. માગ વધવાનું આ મોટું કારણ છે. પણ આ વખતે પડકાર એવો છે કે માગ તો વધી રહી છે, પણ કાચા માલની કમી અને શિપિગ રુટ્સના જમા થવાથી સપ્લાય સતત ઘટી રહી છે.
સીઈઓ ગો મિયા કિયાટે આગળ જણાવ્યું છે કે કંપની પાસ હાલમાં આગામી અમુક મહિના સુધી પર્યાપ્ત સ્ટોક છે અને તે વધતી માગને પૂરી કરવા માટે પ્રોડક્ટ વધારવાની કોશિશ કરી રહ્યા છે. જો કે વૈશ્વિક સ્તર પર કોન્ડોમનો ભંડાર ખૂબ જ ઓછો છે, કેમ કે ૨૦૨૫માં યુએસએઆઈડી જેવી મોટી સંસ્થાઓએ વિદેશી સહાયતાના બજેટમાં મોટો કાપ મૂક્યો છે. ગોએ રોયટર્સને જણાવતા ચેતવણી આપી છે કે જો યુદ્ધ લાંબુ ખેચાશે તો આવનારા સમયમાં ન ફક્ત કિમતો વધશે, પણ બજારમાં કોન્ડોમની ભારે અછત સર્જાશે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
