તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
મરજી વિરુદ્ધ ઘરમાં પૂજા રાખતા પતિએ પત્ની અને બે પંડિતોને ગોળી મારી પતાવી દીધા
પૂજા દરમિયાન થયેલા વિવાદે ખૂની રૂપ ધારણ કરી લીધું: ટ્રીપલ મર્ડર

આઝમગઢઃ તા.૨૩: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં અહરોલા વિસ્તારના શંભુપુર ગામમાં મંગળવારે સાંજે પૂજા દરમિયાન થયેલા વિવાદે ખૂની રૂપ ધારણ કરી લીધું. આરોપ છે કે, બજારમાંથી ઘર પહોંચેલા અરવિદ સિહે પંડિતો પાસે આધાર કાર્ડ માંગવાને લઈ વિવાદ બાદ પિસ્તોલથી ફાયરિગ કરી દીધું હતું. ગોળી વાગવાથી તેની પત્ની બબીતા અને બે પંડિતોના મોત થઈ ગયા. આ ઘટના બાદ પૂજામાં સામેલ અન્ય પંડિત ઘટનાસ્થળેથી ભાગી ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસના અધિકારીઓ આવી પહોંચ્યા અને તપાસ શરૂ કરી દીધી. ઘટના બાદ આરોપી અરવિદ સિહ પોતાના બાળકો સાથે ઘરની અંદર કેદ થઈ ગયો. પોલીસ અને પ્રશાસન અધિકારીઓ તેની સાથે બહારથી વાત કરી રહ્યા હતા.
કહેવાય છે કે લગભગ બે વર્ષ પહેલા અરવિદના ભાઈ ગુડ્ડુ સિંહની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ભાઈની આત્માની શાંતિ માટે પરિવારમાં નારાયણી બલી પૂજા કરવાની વાત ચાલી રહી હતી. કહેવાય છે કે, આ પૂજાની વિરુદ્ધમાં હતા. તેમણે પત્ની અને માને પણ પૂજા નહીં કરવા કહ્યું હતું. તેમ છતાં ઘરમાં પૂજા રાખવામાં આવી. છેલ્લા બે દિવસથી પૂજા ચાલી રહી હતી. ઘટના સમયે અરવિદ ઘરે નહોતો.
પ્રાથમિક જાણકારી અનુસાર, અરવિદ સિહના ઘરમાં મંગળવાર સાંજે પૂજા થઈ રહી હતી. ઘરમાં ચાર પંડિત, અરવિદની પત્ની બબીતા, એક દીકરો અને એક દીકરી હતા. સાંજના છ વાગ્યે અરવિદ બજારમાંથી ઘરે આવ્યો. ઘરમાં પૂજા થતી જોઈ તેણે પંડિતોને સવાલ કર્યા. પંડિતોએ પૂજા થતી હોવાની જાણકારી આપી. ત્યાર બાદ અરવિદે તેમની પાસે આધાર કાર્ડ માગ્યા.
આધાર કાર્ડ માગવાને લઈ અરવિદ અને પંડિતો વચ્ચે બોલાચાલી થઈ ગઈ. આરોપ છે કે આ દરમિયાન અરવિદે ઘરમાં રાખેલી પિસ્તોલ કાઢી અને ફાયરિગ કરી દીધું. ગોળી વાગવાથી પત્ની બબીતા સાથે પંડિત મહેન્દ્ર પાઠક અને એક અન્ય પંડિત ઘાયલ થયાની ખબર સામે આવી. ઘટનામાં ત્રણ લોકોના મોત થઈ ગયા. પ્રાથમિક જાણકારી અનુસાર, રાઈફલમાંથી એક ગોળી ચલાવી હોવાનું પણ કહેવાય છે.
ફાયરિગ થતાં જ પૂજામાં સામેલ અન્ય પંડિતો ઘટનાસ્થળેથી ભાગી ગયા. ઘટના બાદ આખા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ. સૂચના મળતા જ પોલીસ પણ આવી પહોંચી અને ઘટનાસ્થળની તપાસ શરૂ કરી. પોલીસે આ મામલામાં હથિયાર અને ફાયરિગ સાથે જોડાયેલ પુરાવા એકઠા કર્યા. મોત અને ઘટનાના કારણોની સત્તાવાર પુષ્ટિ પોલીસની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે.(૪૧.૩)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
