તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
૨૦૨૬ના અંતમાં સોનાની સરેરાશ કિંમત ૬,૦૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે
૨૦૨૭ના અંત સુધીમાં તેની કિંમત ૬,૩૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છેઃ ભારતીય બજારમાં તેની કિંમત લગભગ ૨.૧૩ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી શકે છે.જાણિતી ઇન્વેસ્ટમેન્ટ બેંક JP Morgan સોનાને લઈને ખૂબ જ પોઝિટિવ : વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો સતત સોનું ખરીદી રહી છે, જે સોનાની કિંમતો માટે મોટો સપોર્ટ માનવામાં આવે છે

નવી દિલ્હી,તા.૧૮: ૨૦૨૫માં લગભગ ૬૫્રુનો જોરદાર ઉછાળો આપ્યા પછી, ૨૦૨૬માં સોનાની કિમતમાં અત્યાર સુધી ખાસ વધારો જોવા મળ્યો નથી. વર્ષની શરૂઆતની સરખામણીમાં હાલની કિમતો લગભગ એ જ સ્તરે છે. વચ્ચે-વચ્ચે ભાવમાં ઉછાળો અને ઘટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે, જાણિતી ઇન્વેસ્ટમેન્ટ બેંક JP Morgan સોનાને લઈને ખૂબ જ પોઝિટિવ છે. બેંકનું માનવું છે કે, જ્યારે ૨૦૨૭ના અંત સુધીમાં તેની કિમત ૬,૩૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. હાલના સ્તરથી જોવામાં આવે તો, આ લગભગ ૪૦%નો સંભવિત ઉછાળો છે.
૨૦૨૬માં સોનાની ગતિ કેમ ધીમી પડી?- આ વર્ષે સોનાનો સૌથી મોટી પડકાર ઈરાન સાથે જોડાયેલો તણાવ અને ત્યારપછીની ઘટનાઓ રહી છે. ફેબ્રુઆરીના અંતથી સોનાની કિમતોમાં લગભગ ૨૦%નો ઘટાડો આવ્યો છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. તેલ મોંઘું થતા મોંઘવારી વધવાની ચિતા પણ વધી. ત્યારબાદ બજારને લાગ્યું કે, અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરો લાંબા સમય સુધી
સોનું વ્યાજ આપતું નથી. એટલે જ્યારે વ્યાજ દરો ઊંચા હોય ત્યારે રોકાણકારો બોન્ડ અને અન્ય વ્યાજ આપતા એસેટ્સ તરફ વળે છે. એ જ કારણ છે કે સોનામાં દબાણ રહ્યું. ઉપરાંત, ફેડની નીતિઓ, ડોલરની મજબૂતી, મોંઘવારી, ભૂ-રાજકીય તણાવ અને સેન્ટ્રલ બેંકોની ખરીદી જેવા અનેક ફેક્ટર્સ સોનાને મર્યાદિત સર્કલ સુધી રાખી રહ્યા છે.
ટેકનિકલ લ્લશ્ય શું કહે છે?- JP Morganના અનુસાર, હાલમાં સોનું બે મહત્વના લેવલ વચ્ચે ફસાયું છે. એક તરફ ૨૦૦-ડે મૂવિગ એવરેજનો મજબૂત સપોર્ટ છે, જ્યારે બીજી તરફ ૫૦-ડે મૂવિગ એવરેજ પાસે રેઝિસ્ટન્સ છે. આ જ કારણ છે કે, ઘણા રોકાણકારો હાલમાં 'વેટ એન્ડ વોચ'ની સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છે. બજાર જોવું ઈચ્છે છે કે, સોનું આ લેવલમાંથી કઈ દિશામાં જાય છે.
પછી આટલી તેજી કેમ અપેક્ષિત છે?- બેંકનું માનવું છે કે લાંબા ગાળે ઘણા એવા ફેક્ટર્સ છે, જે સોનાને સપોર્ટ આપી શકે છે. મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહી શકે છે. ડોલરની ખરીદ શક્તિ ઘટી શકે છે. અમેરિકાના આર્થિક પડકારો વધી રહ્યા છે. વિશ્વમાં જિયો-પોલિટિકલ તણાવ અને ધ્રુવીકરણ વધી રહ્યું છે. અમેરિકાની નીતિઓને લઈને પણ અનિヘતિતા છે. આ બધા કારણો સોનાને સપોર્ટ આપી શકે છે. ઉપરાંત, વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો સતત સોનું ખરીદી રહી છે, જે સોનાની કિમતો માટે મોટો સપોર્ટ માનવામાં આવે છે.
ઈરાન શાંતિ કરાર બની શકે છે મોટો ટ્રિગર- ટૂંકા ગાળામાં સૌથી મોટો ટ્રિગર અમેરિકા અને ઈરાન વચ્ચે શક્ય શાંતિ સમજૂતી બની શકે છે. જો બંને દેશો વચ્ચે તણાવ ઘટે છે તો તેલ અને ડોલર બંને પર દબાણ આવી શકે છે. સામાન્ય રીતે નબળો ડોલર સોના માટે સારો માનવામાં આવે છે, કારણ કે એથી અન્ય દેશોના રોકાણકારો માટે સોનું સસ્તું પડે છે. જો કરાર સફળ ન થાય અથવા તણાવ ફરી વધે, તો બજારની દિશા ઝડપથી બદલાઈ શકે છે.
ભારતીય બજારમાં સોનું ક્યાં સુધી જઈ શકે?- ભારતીય રોકાણકારો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો JP Morganનો અંદાજ સાચો સાબિત થાય તો ઘરેલુ બજારમાં સોનું કેટલું મોંઘું થઈ શકે. હાલમાં પ્ઘ્હ્ પર સોનું લગભગ ૧.૫૩ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. JP Morganનો ૬,૦૦૦ ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ હાલની આંતરરાષ્ટ્રીય કિમતોથી લગભગ ૪૦% ઉપર છે. જો સોનામાં એટલો જ ઉછાળો આવે, તો ભારતીય બજારમાં તેની કિમત લગભગ ૨.૧૩ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી શકે છે.
આગળ રોકાણકારોએ શું કરવું?- JP Morganનું માનવું છે કે, સોનામાં મોટો ઉછાળો ૨૦૨૬ના બીજી છ મહિનામાં આવી શકે છે. જો કે, ઘણા એક્સપર્ટ્સ રોકાણકારોને ઉતાવળમાં ખરીદી ન કરવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, પહેલા ટેકનિકલ સંકેતોની રાહ જોવી વધુ સારું રહેશે. જો સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદી ચાલુ રાખે છે, તો કિમતોને સપોર્ટ મળી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો પણ ઝડપથી સોના તરફ વળી શકે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. અમે કે મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાના નાણાકીય એડવાઈઝરની સલાહ લેવી જરૂરી
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
