<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

લાલ કિલ્‍લાની રોજની સરેરાશ લગભગ ૪.૯૫ લાખ રૂપિયાની ટિકિટની કમાણી

રોજિંદા લગભગ ૭૮,૦૦૦ થી ૮૦,૦૦૦ પ્રવાસીઓ અહીં ફરવા આવે છે : નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં લાલ કિલ્‍લાએ ટિકિટના વેચાણથી કુલ ૧૮.૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી

નવી દિલ્‍હી તા.૧૮: ભારતની રાજધાની દિલ્‍હીમાં આવેલો લાલ કિલ્‍લો ના માત્ર ઐતિહાસિક મહત્‍વ ધરાવે છે, પરંતુ ટુરિઝમની દ્રષ્ટિએ પણ દેશના સૌથી વધુ કમાણી કરનારા સ્‍મારકોમાં સામેલ છે. દરરોજ અહીં હજારો પ્રવાસીઓ ફરવા આવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આ સવાલ ઉઠે છે કે આખરે લાલ કિલ્‍લા પરથી એક દિવસમાં કેટલા રૂપિયાની કમાણી થતી હશે? ચાલો જાણીએ શું કહે છે આંકડા?

ASI (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્‍ડિયા)ના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં લાલ કિલ્‍લાએ ટિકિટના વેચાણથી કુલ ૧૮.૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સમયગાળા દરમિયાન અહીં આશરે ૨૮.૭૮ લાખ પ્રવાસીઓ આવ્‍યા હતા. એટલે કે આખા વર્ષ દરમિયાન સરેરાશ રોજિદા લગભગ ૭૮,૦૦૦ થી ૮૦,૦૦૦ પ્રવાસીઓ લાલ કિલ્‍લે ફરવા આવ્‍યા હતા. જો આખા વર્ષની કમાણીને ૩૬૫ દિવસ વડે ભાગવામાં આવે, તો રોજની સરેરાશ લગભગ ૪.૯૫ લાખ રૂપિયાની ટિકિટ કમાણી થાય છે. પીક સીઝન (ઓક્‍ટોબરથી માર્ચ) અને રજાઓના દિવસોમાં આ આંકડો પ્રતિદિન ૬થી ૮ લાખ રૂપિયા સુધી પણ પહોંચી જાય છે.

ભારતીય પ્રવાસીઃ રૂા.૩૫ પ્રતિ વ્‍યક્‍તિ

SAARC/BIMSTEC દેશોના પ્રવાસીઃ રૂા.૩૫

વિદેશી પ્રવાસીઃ રૂા.૫૦૦ થી રૂા. ૫૫૦ પ્રતિ વ્‍યક્‍તિ

વીડિયો કેમેરાઃ વધારાના રૂા.૨૫

૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોઃ  ફ્રી

વિદેશી પ્રવાસીઓ પાસેથી મળતા પૈસા લાલ કિલ્‍લાની કુલ કમાણીનો એક મોટો હિસ્‍સો છે, કારણ કે તેમની ટિકિટની કિમત ભારતીયો કરતા ૧૫ ગણી વધારે છે. આ જ કારણે વિદેશી ટુરિસ્‍ટ્‍સની સંખ્‍યા વધવાથી કમાણી પણ ઝડપથી વધે છે.

લાલ કિલ્‍લા પરથી મળતી તમામ ટિકિટની આવક આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્‍ડિયા (ASI)ને જાય છે. ASIઆ પૈસાનો ઉપયોગ દેશભરના સંરક્ષિત સ્‍મારકોની જાળવણી, સમારકામ, સુરક્ષા, સફાઈ અને સંરક્ષણ કાર્યોમાં કરે છે. લાલ કિલ્‍લા જેવા મોટા સ્‍મારકની દેખરેખમાં ભારે ખર્ચ થાય છે. આમાં લાઇટિગ, ગાર્ડન, સિક્‍યોરિટી, ગાઇડ સિસ્‍ટમ વગેરે સામેલ છે. બાકીના પૈસા અન્‍ય ઓછી કમાણી કરતા સ્‍મારકો માટે પણ વાપરવામાં આવે છે.

લાલ કિલ્‍લો યુનેસ્‍કો (શ્‍ફચ્‍લ્‍ઘ્‍બ્‍)ની વૈશ્વિક વિરાસત સાઇટ (વર્લ્‍ડ હેરિટેજ સાઇટ) છે. સ્‍વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું લાલ કિલ્‍લા પરથી ભાષણ, લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો અને દિલ્‍હીની લોકપ્રિયતાના કારણે અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. વિદેશી પ્રવાસીઓ દિલ્‍હીના ગોલ્‍ડન ટ્રાયન્‍ગલ (દિલ્‍હી-આગ્રા-જયપુર)નો હિસ્‍સો બનાવીને લાલ કિલ્‍લે ચોક્કસ જાય છે, પરંતુ એન્‍ટ્રી ટિકિટ સિવાય અન્‍યસ્ત્રોતોમાંથી પણ આની કમાણી થાય છે. આમાં લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શોની ટિકિટ, અંદરની દુકાનો/કેફેનું ભાડું, પાર્કિગ અને અન્‍ય સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(10:11 AM IST)