તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.ના પાવન સાંનિધ્યમા જૈન દીક્ષા મહોત્સવનો મંગલ પ્રારંભ
દીક્ષા પત્રિકા આલેખન અને સ્વસ્તિક વિધિ સાથે સંયમના પંથે ત્રણ મુમુક્ષુઓએ ભર્યા પ્રથમ મંગલ પગલાં

મુંબઈઃતા. ૨૧, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં દશેરાના શુભદિને સંસારથી સંયમ તરફ, મોહથી મુક્તિ તરફ અને આત્માથી પરમાત્મા તરફ પ્રયાણ કરવાની પવિત્ર ભાવનાને સાકાર કરતા ત્રણ મુમુક્ષુઓના જૈન દીક્ષા મહોત્સવનો મંગલ પ્રારંભ દીક્ષા પત્રિકા આલેખન અને સ્વસ્તિક વિધિ સાથે થયો.
આ પવિત્ર પ્રસંગે મુમુક્ષુ શ્રી યશવીબેન મહેતા (૨૩ વર્ષ), મુમુક્ષુ શ્રી જાનવીબેન શાહ (૨૧ વર્ષ) અને મુમુક્ષુ શ્રી તન્મયાબેન રાજપૂત (૨૬)એ સંયમજીવન પ્રત્યેની પોતાની સમર્પણભાવના વ્યક્ત કરીને ૨૪ તીર્થંકરો, અંતરીક્ષમાં બિરાજમાન ગુરુ ભગવંતો, સાધુ-સાધ્વીજી ભગવંતો અને વિશેષ રૂપે પરમ ગુરુદેવને ભાવપૂર્વક આમંત્રણ આપ્યું અને પરમ શિષ્યત્વ પ્રાપ્ત કરવા માટેના આશીર્વાદ માંગ્યા. ત્રણેય મુમુક્ષુઓની માતાઓએ મહાસતીજીને અંતઃકરણપૂર્વક આમંત્રણ આપ્યું. આ અંગે ગુરુદેવે ભાવપૂર્ણ રીતે જણાવ્યું કે આ સમર્પણપત્ર અને પ્રભુએ સાધુ જીવન માટે દર્શાવેલી ૧૦ સમાચારીના નિયમો સાંસારિક જીવનમાં પણ અપનાવવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ મળી શકે.આ અવસરે પરમ ગુરુદેવે ગોંડલગચ્છ શિરોમણિ પૂજ્ય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબના ૧૦૪મા જન્મદિવસનો ઉલ્લેખ કરતાં તેમના ચિરંજીવી પ્રભાવને ભાવપૂર્વક યાદ કર્યો. તેમણે કહ્યું કે મહાપુરુષો દેહથી વિદાય લીધા પછી પણ હજારો વર્ષો સુધી લોકોનાં હૃદયમાં પૂજાતા રહે છે. આ અવસરની પરિકલ્પનામાં સમગ્ર ચાતુર્માસના લાભાર્થી માનસીબેન શાહ તથા અન્ય ભાવિકોની ગુરુદેવે અનુમોદના કરી
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
