તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ઓગસ્ટ ઇતિહાસનો સૌથી ગરમ મહિનો બન્યો
તપતી ધરતી, ઊકળતા સમુદ્રો : ઓગસ્ટમાં વિશ્વનું સરેરાશ તાપમાન ૧૬.૯૬ ડિગ્રી સે. રહ્યું પૂર્વ - ઔદ્યોગિક કાળની તુલનામાં ૧.૬૫ ડીગ્રી વધુ

નવી દિલ્હી તા.૧૨: વૈશ્વિક સ્તરે આબોહવા સંકટે ફરી ખતરાની ઘંટડી વગાડી દીધી છે. યુરોપીયન યુનિયનની મુખ્ય દેખરેખ સંસ્થા કોપરનિકસ કલાઈમેટ ચેન્જ સર્વિસ (CAS)ના તાજેતરના આંકડાઓ અનુસાર ઓગસ્ટ, ૨૦૨૬ એ જુલાઇ, ૨૦૨૩ સાથે સંયુક્ત રીતે ઇતિહાસના સૌથી ગરમ મહિના તરીકે નોંધાયો છે. આ દરમિયાન વિશ્વનું સરેરાશ તાપમાન ૧૬.૯૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે ૧૯૯૧-૨૦૨૦ના સરેરાશ તાપમાન કરતાં ૦.૮૫ ડિગ્રી સેલ્સિયસ અને પૂર્વ-ઔદ્યોગિક કાળ (૧૮૫૦-૧૯૦૦)ની તુલનામાં ૧.૯૫ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ અનપેક્ષિત ગરમી જીવાશ્મ ઈધણ (કોલસો, તેલ, ગેસ)ના બળવાથી વાયુમંડળમાં સતત વધી રહેલા ગ્રીનહાઉસ ગેસો અને ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં સક્રિય થઈ રહેલી મજબૂત અલ નીનો પરિસ્થિતિઓનું મિશ્ર પરિણામ છે.
મહાસાગરોનું તાપમાન પણ રેકોર્ડ સપાટી પર છે. ૯૦ ડિગ્રી દક્ષિણથી ૯૦ ડિગ્રી ઉત્તર વચ્ચે બિનધ્રુવીય મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન ૨૧.૦૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેણે ઓગસ્ટ, ૨૦૨૩માં બનેલા મહાસાગરોની સપાટીના સરેરાશ ૨૦.૯૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.આ અહેવાલ મુજબ, ગૌણ અને પ્રાથમિક બંને સ્તરે આબોહવા પરિવર્તનની ગંભીર અસરો હવે સમગ્ર વિશ્વમાં પ્રત્યક્ષ દેખાઈ રહી છે. વૈજ્ઞાનિકોની ચેતવણી અનુસાર, જો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને તાત્કાલિક નિયંત્રિત કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પૃથ્વી પર માનવજીવન, વન્યજીવ અને કૃષિ ક્ષેત્રે અકલ્પનીય કટોકટી સર્જાઈ શકે છે.
પૂર્વ યુરોપમાં સર્જાયેલી સૂકી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે અનાજનું ઉત્પાદન ઘટવાની અને ખાદ્ય સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થવાની પૂરી શક્યતા છે. સમુદ્રનું તાપમાન વધવાથી દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામી રહી છે અને વારંવાર આવતા કુદરતી પ્રકોપો માનવજાત માટે મોટો પડકાર બની રહ્યા છે. આ સ્થિતિ સૂચવે છે કે પર્યાવરણનું રક્ષણ કરવું હવે માત્ર વિકલ્પ નહીં પરંતુ અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે.(
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
