News of Thursday, 25th June 2026
સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતી મહોત્સવમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જૂનથી ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે
ભારત અને સેશેલ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુ સાથે વડાપ્રધાન હિંદ મહાસાગરના આ વ્યૂહાત્મક ટાપુ દેશની મુલાકાત દરમિયાન અનેક ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લેશે

નવી દિલ્હી:ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૭મી જૂનથી દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે હિંદ મહાસાગરમાં આવેલા મિત્ર દેશ સેશેલ્સની ત્રણ દિવસીય સત્તાવાર રાજદ્વારી મુલાકાતે જઈ રહ્યા છે. સેશેલ્સ દેશના આઝાદી પર્વ અને રાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે યોજાનારા ભવ્ય સુવર્ણ જયંતી (ગોલ્ડન જુબિલી) મહોત્સવમાં ભારતના વડાપ્રધાન ખાસ મુખ્ય અતિથિ એટલે કે ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
૨૭ જૂનથી શરૂ થઈને ૨૯ જૂન સુધી ચાલનારી આ મહત્વપૂર્ણ વિદેશ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સના ટોચના નેતાઓ અને વહીવટી વડાઓ સાથે ખાસ મુલાકાત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને આધુનિક સમયની જરૂરિયાતો મુજબ વધુ ગાઢ અને વ્યાપક બનાવવાનો છે.
સેશેલ્સ સરકાર દ્વારા ભારતના વડાપ્રધાનને પોતાના રાષ્ટ્રીય મહોત્સવમાં સર્વોચ્ચ અતિથિનું સ્થાન આપવું એ બંને દેશો વચ્ચેના મજબૂત થતા જતા વ્યુહાત્મક સબંધો અને પરસ્પર વિશ્વાસનું મોટું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસીય આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની રાજદ્વારી પકડ વધુ મજબૂત બનશે તેવી આશા રાજકીય વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
