<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

શુધ્‍ધીકરણના નામે હેવાનિયત : સામુહિક દુષ્‍કર્મ : પેશાબ પીવડાવ્‍યો

સુરેન્‍દ્રનગરની હૈયુ હચમચાવતી ઘટનાઃ મહિલાને ઢોર માર મારી ઝાડ સાથે બાંધી તેના સાથી પાસે જ બળજબરીથી દુષ્‍કર્મ કરાવાયુ : પતિ અને પરિવારજનો-સંબંધીઓએ વિડીયો બનાવ્‍યોઃ વાયરલ થતા પોલીસ હરકતમાં : બે મહિલા સહિત ૯ ની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ, તા.,૭: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૨૧મી સદીમાં પણ અસ્‍પળશ્‍યતા અને અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુધરેજના વહાણવટી નગર વિસ્‍તારમાં શુદ્ધિકરણના નામે એક પરિણીત મહિલા પર સામુહિક દુષ્‍કર્મ ગુજારવામાં આવ્‍યું અને તેના પ્રેમીને અમાનવીય યાતના આપી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્‍યો હતો.

વહાણવટી નગરમાં રહેતા રામાભાઈ નામના યુવક સાથે એક પરિણીત મહિલા ભાગી ગઈ હતી. જે બાદ મહિલાના પતિ અને પરિવારજનોએ બંનેની શોધખોળ કરી તેમને દુધરેજ ખાતે આવેલા વહાણવટી નગરમાં લાવવામાં આવ્‍યા હતા. ત્‍યાં શુદ્ધિકરણ કરવાના બહાને મહિલા અને તેના પ્રેમી રામાભાને બાવળ અને ખાટલા સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્‍યો હતો.

પોલીસ તપાસ મુજબ, ત્‍યારબાદ મહિલાને ગોંધી રાખીને તેના પતિ સહિત સગા-સંબંધીઓ દ્વારા સામુહિક દુષ્‍કર્મ આચરવામાં આવ્‍યું હતું. એટલું જ નહીં, મહિલાનું પેશાબ તેના પ્રેમી રામાભાઈને પીવડાવવામાં આવ્‍યો હતો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાયો હતો.

આ વીડિયો કોઈ અજાણ્‍યા યુવક દ્વારા સુરેન્‍દ્રનગરના મહિલા ASPને મોકલવામાં આવતા તાત્‍કાલિક સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી. સીટી પીઆઈ સહિતના સ્‍ટાફે તપાસ શરૂ કરતા આ ઘટના દુધરેજ વહાણવટી નગરમાં બની હોવાનું સામે આવ્‍યું હતું.

પોલીસે આ મામલે સામુહિક દુષ્‍કર્મ, ગોંધી રાખવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ૨ મહિલા સહિત ૯ આરોપીઓની ધરપકડ કરી છે.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનુ નિવેદન

સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્‍યું હતું કે, ૨૧મી સદીમાં અસ્‍પળશ્‍યતાની આ ગંભીર ઘટના છે. મહિલા પોતાના પ્રેમી સાથે રહેતી હતી ત્‍યારે તેના પતિ દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્‍યો છે. મહિલાનું પેશાબ તેના પ્રેમીને પીવડાવવામાં આવ્‍યું છે, ખાટલે બાંધી ગોંધી રાખવામાં આવ્‍યા છે અને શુદ્ધિકરણના બહાને સામુહિક દુષ્‍કર્મ આચરવામાં આવ્‍યું છે. આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ ચાલી રહી છે અને હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

૧. પોપટ લાખાભાઈ સરવૈયા

૨. રમેશ મનુભાઈ સરવૈયા

૩. જયંતી પેથાભાઈ સરવૈયા

૪. ભરત ખાટાભાઈ સરવૈયા

૫. જીતુ ધીરુભાઈ સરવૈયા

૬. પપ્‍પુ બકાભાઈ પરમાર

૭. કલા કેશુભાઈ સરવૈયા

૮. ગીતા જયંતીભાઈ સરવૈયા

૯. લીલા ખાટાભાઈ સરવૈયા - તમામ રહે. દુધરેજ વહાણવટી નગર, સુરેન્‍દ્રનગર

(10:49 AM IST)