તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
રાજસ્થાનમાં ડ્રગ્સ દાણચોરોની રૂ.૭૩.૬૪ કરોડની સંપત્તિ જપ્ત
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ૬૩ કેસ તૈયાર કર્યા છે, જેમાંથી ૩૮ કેસોમાં જપ્તીના આદેશો મંજૂર થયા : ચિત્તોડગઢમાં ૨૦.૩૫ કરોડ રૂપિયાની સૌથી મોટી કાર્યવાહી થઈ

જયપુર તા.૧૪: રાજસ્થાન પોલીસે ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ દાણચોરો દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ૭૩.૬૪ કરોડ રૂપિયાની સ્થિર અને ચાલુ મિલકતો ફ્રીઝ, જપ્ત કે ટાંચમાં લીધી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સ (એએનટીએફ)નાં આઇજી વિકાસ કુમારે જણાવ્યું છે કે કુખ્યાત ડ્રગ દાણચોરો વિરુદ્ધ ૬૩ કેસ તૈયાર કરવામાં આવ્યા છે અને સક્ષમ અધિકારીને મોકલવામાં આવ્યા છે.
૩૮ કેસોમાં ટાંચ અને જપ્તીનાં અંતિમ આદેશોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ૨૫ કેસોમાં કાયદાકીય કાર્યવાહી એડવાન્સ સ્ટેજમાં છે. કુમારે જણાવ્યું છે કે જે સંપત્તિને નિશાન બનાવવામાં આવી છે તેમાં ઘર, નિર્માણાધીન દુકાનો, કૃષિ ભૂમિ, રહેણાંક પ્લોટ, કાર, ટ્રેક્ટર, મોટર સાયકલ જેવા વાહન પણ સામેલ છે.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ડ્રગ્સ દાણચોરોની વિરુદ્ધ એક વિશેષ અભિયાન હેઠળ નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટન્સ (એનડીપીએસ) એક્ટની કલમ ૬૮-એફ હેઠળ કરવામાં આવી છે.
ચિત્તોડગઢમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં મંજૂર કરવામાં આવેલા કેસો હેઠળ ૨૦.૩૫ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
