<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સંસદ પરિસરમાં ધરણા પર બેઠા એએસપી સાંસદ ચંદ્રશેખર આઝાદઃ લાઠીચાર્જ મુદ્દે સરકાર પર સાધ્‍યું નિશાન

નવી દિલ્‍હી, તા.૨૧: દિલ્‍હીમાં કોકરોચ જનતા પાર્ટીના સંસદ માર્ચ દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જ બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ ઘટનાના વિરોધમાં એએસપી (ASP) પ્રમુખ અને નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદ સંસદ પરિસરમાં ધરણા પર બેસી ગયા છે.

ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર પોસ્‍ટ કરીને લખ્‍યું કે, ‘જ્‍યાં મેં બંધારણની શપથ લીધી હતી, આજે એ જ સ્‍થળે બંધારણના સન્‍માનની રક્ષા માટે બેઠો છું. નિર્દોષ લોકો પર થયેલા અત્‍યાચાર સામે મારું કર્તવ્‍ય નિભાવી રહ્યો છું.' તેમના આ નિવેદન બાદ સમગ્ર મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. હાલ સમગ્ર ઘટનાને લઈને રાજકીય આરોપ-પ્રત્‍યારોપનો દોર ચાલુ છે. વિરોધ પક્ષો સરકારની કાર્યવાહીની ટીકા કરી રહ્યા છે, જ્‍યારે સત્તાવાર એજન્‍સીઓ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે જરૂરી પગલાં લેવાયા હોવાનું જણાવી રહી છે.

(3:47 PM IST)