<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

૧૭૦થી વધુ મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને અશોકચક્ર આપવા જોરદાર લાગણી

રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો; હવાઈ હુમલામાં બહાદુરી દાખવનાર પાઇલટની નીરજા ભનોટ સાથે સરખામણી

નવી દિલ્હી: દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની વિમાનસેવા દરમિયાન હુમલાનો બહાદુરીપૂર્વક સામનો કરીને ૧૭૦થી વધુ મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છારને અશોકચક્રથી સન્માનિત કરવાની માગણી કરવામાં આવી છે. 

 

શિવસેનાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ એકનાથ શિંદે અને પક્ષ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે. દેવરાએ જણાવ્યું કે કેપ્ટન સ્મિતે અસાધારણ હિંમત બતાવી દેશનું ગૌરવ વધાર્યું છે. તેમની સરખામણી ૧૯૮૬ના વિમાન અપહરણ દરમિયાન બહાદુરી દાખવનાર નીરજા ભનોટ સાથે કરવામાં આવી છે. 

 

વડાપ્રધાન મોદીએ પણ ૨ ઓક્ટોબરે કેપ્ટન સાથે ગુજરાતીમાં વાતચીત કરીને તેમની હિંમતની પ્રશંસા કરી હતી. જોકે અશોકચક્ર આપવાનો નિર્ણય હજુ જાહેર થયો નથી

(7:26 PM IST)